Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં ૩૧૨/૧ : વોર્નર ૧૫૧ રને દાવમાં

ગબ્બા : પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં મૂકાઈ ગયુ છે. ગઈકાલે પાકિસ્તાન ૨૪૦ રનમાં ઓલઆઉટ થયા બાદ આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ઓપનરો બરાબરના ખિલ્યા હતા અને પાક. બોલરોની ધોલાઈ કરી હતી. ૨૬૫ બોલ સાથે ૧૦ ચોગ્ગાની મદદથી વોર્નર ૧૫૧ રને દાવમાં છે. જયારે બર્ન્સ સદી ફટકારવામાં અનલક્કી સાબિત થયો હતો. તે ૯૭ રને આઉટ થયો હતો. બીજા દિવસમાં માત્ર ૧ વિકેટ જ પડી હતી. ઓસ્ટ્રેલિયાએ ૮૭ ઓવરમાં ૧ વિકેટે ૩૧૨ રન બનાવી લીધા હતા અને ૭૨ રનની લીડ મેળવી લીધી હતી.

(7:55 pm IST)