Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સાનિયા મિર્ઝાએ ટેનિસ કોર્ટ પર વાપસીનો આપ્યો સંકેત

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ગર્ભાવસ્થાને કારણે સાનિયા છેલ્લા ઘણા સમયથી ટેનિસ કોર્ટથી દૂર જતી રહી હતી. હવે તાજેતરમાં જ સાનિયાએ પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે જિમમાં પરસેવો પાડી રહી છે.

જોકે, ગર્ભાવસ્થાના ઘણા સમય પહેલાથી સાનિયાએ પ્રોફેશનલ ટેનિસ મેચ રમી નથી, જેનું કારણ તેણે ઘુંટણની ઈજા જણાવી હતી. ત્યાર બાદ ગર્ભવતી બનવાને કારણે તે ટેનિસ કોર્ટથી દૂર થઈ ગઈ હતી.

વર્ષ 2016માં મહિલા ડબલ્સમાં નંબર વન રેન્કિંગ સુધી પહોંચી ચુકેલી સાનિયાએ ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે જિમમાં ડમ્બલ્સથી પ્રેક્ટિસ કરી રહી છે. સાનિયાએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ટેનિસ કોર્ટ પર બેબી બમ્પ સાથે પ્રેક્ટિસ કરતો ફોટો શેર કર્યો હતો.

(12:26 am IST)