Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પ્રો કબડ્ડી લિગ:હરિયાણાને 40-31થી હરાવી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ ઝોન-એમાં ટોચના સ્થાને પહોંચી

અમદાવાદઃ ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે વિવો પ્રો કબડ્ડી લિગ સિઝન-6ની તેની ઘરઆંગણાની છેલ્લી મેચમાં હરિયાણા સ્ટીલર્સને 40-31થી હરાવી 14 મેચમાં 10મા વિજય સાથે સ્પર્ધામાં ટોચ પર રહેલી યુ મુંબાને એક પોઈન્ટથી પાછળ રાખીને ઝોન-એમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. હરિયાણાની ટીમનો આ 14મી મેચમાં 9મો પરાજય હતો અને તે ઝોન-એમાં પાંચમા સ્થાને છે.

 અમદાવાદના એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાયેલી હરિયાણા સ્ટીલર્સ સામેની મેચ શરૂ થાય એ પહેલાં જ સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. યજમાન ટીમની ઘરઆંગણાની છેલ્લી મેચ હોવાથી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટીમના ખેલાડી મહેન્દ્ર રાજપૂતે પહેલી જ રેડમાં 3 પોઈન્ટ સાથે ટીમ માટે સારી શરૂઆત કરી હતી. 

 યજમાન ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી અને હરિયાણાને એક પણ તક આપી ન હતી. હરિયાણાની ટીમ ગુજરાતની ટીમના આક્રમણ સામે સાવ નબળી જણાતી હતી. રમતની પ્રારંભિકની 10 મિનિટમાં જ પ્રવાસી ટીમ ઓલ આઉટ થઈ જતાં યજમાન ટીમે 11-4થી સરસાઈ મેળવી લીધી હતી.

(11:29 pm IST)