Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મહિલા ટી -20 વિશ્વ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સાથે રમવા ભારતીય ટીમ તૈયાર

નવી દિલ્હી:અત્યાર સુધી ખુબ સારૂ પ્રદર્શ કરનારી ભારતીય ટીમ આઇસીસી મહિલા ટી-20 વિશ્વકપ માટે સેમીફાઇનલમાં ગુરૂવારે ઇંગ્લેન્ડનો સામનો કરવા માટે ઉતરશે તો તે ગત વર્ષે વિશ્વકપ ફાઇનલમાં મળેલ હારની કડવી યાદોને સમાપ્ત કરવાની કોશિશ કરશે. સ્થાનિક સમયાનુસાર મેચ ગુરૂવારે રમાશે પરંતુ ભારતીય સમયાનુસાર મેચ શુક્રવાર સવારે 5.30 વાગે શરૂ થશે. ઇંગ્લેન્ડે 50 ઓવરોના વિશ્વકપ ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમને 9 રનથી હરાવ્યુ હતું. જોકે ટૂર્નામેન્ટથી ભારતના મહિલા ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત થઇ.ભારતીય મહિલા ટીમે પણ ટી-20 વિશ્વકપમાં અત્યાર સુધીમાં પ્રશંસકોને નિરાશ નથી કર્યા અને અજેય રહેતા સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિર્ધારિત કર્યુ. ભારતે ન્યૂઝિલેન્ડની મજબૂટ ટીમને 34 રનથી અને ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું. આમ તે લીગ ચરણમાં પોતાની તમામ મેચ જીતવામાં સફળ રહી, પરંતુ હાલની વન-ડે વિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ ખુબ મજબૂત છે અને ગત વર્ષે લોર્ડસમાં મળેલ હાર ભારતીય મહિલા ટીમની બે દિગ્ગજ મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરના દિમાગમાં રહેશે. કપ્તાન હરમનપ્રીતનું પ્રદર્શન ભારતની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે કારણ કે, તેમને જરૂરીયાત પડવા પર સારૂ પ્રદર્શન કર્યું છે.ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારત પોતાની સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજને અંતિમ એકાદશીમાં રાખશે. તેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ લીગ મેચમાં વિશ્રામ આપવામાં આવ્યો હતો. આયરલેન્ડ વિરૂદ્ધ ક્ષેત્ર રક્ષક દરમિયાન તે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી.મિતાલીનું ઉચ્ચ ક્રમમાં પ્રદર્શન ખુબ મહત્લપૂર્ણ રહેશે, રમેશ પવારની કોચિંગમાં ટીમનું એક બોલર સાથે રમવાની રણનીતિ અત્યાર સુધી કારગર સાબિત થઇ છે કારણ કે, ભારતી- સ્પિનરોએ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે.ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્જ, મિતાલી રાજ, દીપ્તિ શર્મા, દયાલન હેમલતા, વેદા કૃષ્ણમૂર્તિ, અરૂંઘતી રેડ્ડી, રાધા યાદવ, પૂનમ યાદવ, એક્તા બિષ્ટ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), માનસી જોશી, દેવિકા વૈદ્ય, અનુજા પાટિલ.

ઇંગ્લેન્ડ: હીથર નાઇટ (કેપ્ટન), ટૈમી બીમોંચ, સોફઇયા ડંકલે, સોફી એક્લેસ્ટોન, તાશ ફર્રાન, ક્રિસ્ટી ગાર્ડન, જેની ગુન, એમી જોંસ, નતાલી સાઇવર, અન્યા શ્રબસોલે, લિન્સી સ્મિથ, ફૈંક વિલ્સન, લોરેન વિનફિલ્ડ, ડેનિયલ વૈટ.

(5:41 pm IST)