Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વન-ડે વર્લ્ડકપની ફાઈનલનો બદલો લેવા તત્પર ભારતની મહિલા ટીમ

કાલે સવારે ૫:૩૦ વાગ્યાથી મુકાબલો : ટુર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરના સૌથી વધુ ૧૬૭ રન

છઠ્ઠા વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપની બંને સેમી ફાઈનલ એન્ટીગાના સર વિવિયન રીચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે જેમાં પહેલા યજમાન અને ડીફેન્ડીંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. સ્ટેફની ટેલરની કેપ્ટન્સીમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતની જેમ ગ્રુપ - રાઉન્ડની ચારેય મેચ જીતી છે.

ટુર્નામેન્ટની હાઈએસ્ટ રન - સ્કોરર અને ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર ઈંગ્લેન્ડ સામે સેમી ફાઈનલ જીતીને વધુ એક ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશવા ઈચ્છે છે. ભારતે ન્યુઝીલેન્ડને ૩૪ રનથી, પાકિસ્તાનને ૭ વિકેટે, આયરલેન્ડને બાવન રનથી અને ઓસ્ટ્રેલિયાને ૪૮ રનથી કચડી નાખ્યુ હતું. ઈંગ્લેન્ડે બાંગ્લાદેશ અને આફ્રિકાને ૭ વિકેટથી હરાવ્યુ હતું અને શ્રીલંકા સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

ગયા વર્ષે ઈંગ્લેન્ડે લોડ્ર્સના મેદાનમાં મિતાલી રાજની ભારતની ટીમને વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પરાજય આપ્યો હતો. ભારત આ વર્લ્ડ કપમાં જબરદસ્ત ફોર્મમાં છે જેમાં તેણે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને ૪૮ રનથી હરાવીને ગ્રુપ રાઉન્ડમાં એક પણ મેચ ન હારવાનો સીલસીલો જાળવી રાખ્યો હતો.

(3:32 pm IST)