Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બેટીંગ - કોચ હિકને બદલે કોઈ બીજા ખેલાડીને કોચ બનાવવાનો સમય આવી ગયો છે : શેન વોર્ન

૧૩૨ ટેસ્ટમાં ૭૦૮ વિકેટ લેનારા ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા પાસે ઘણા મહાન ખેલાડીઓ છે અને એમાંથી કોઈ એકને ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમનો બેટીંગ કોચ બનાવવાનો સમય આવી ગયો છે. તેણે કહ્યું હતું કે આ પરિવર્તનનો સમય છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટને છેલ્લા ૨૫-૩૦ વર્ષમાં ઘણા શાનદાર બેટ્સમેનો મળ્યા છે. ગ્રેમ હીક છેલ્લા અમુક વર્ષથી ટીમ સાથે છે છતાં ખેલાડીઓ ભૂલો રીપીટ કરી રહ્યા છે એટલે પરિવર્તનનો સમય આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેનો જેવા કે માર્ક વો, રીકી પોન્ટીંગ, માઈકલ કલાર્ક અને માઈક હસી. મને આશા છે કે આમાંથી કોઈપણ આ જવાબદારીને બરાબર નિભાવી શકશે.

ઝિમ્બાબ્વેમાં જન્મેલા અને ઈંગ્લેન્ડ વતી ટેસ્ટ ક્રિકેટ રમેલા ગ્રેમ હિકના કોચીંગ દરમિયાન કાંગારૂ ટીમ છેલ્લી ૨૪ આંતરરાષ્ટ્રીય મેચમાંથી ૧૮ હારી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસીએશન દ્વારા સ્ટીવન સ્મિથ, ડેવીડ વોર્નરના એક વર્ષના પ્રતિબંધને ઘટાડવાની વિનંતીને નકારી કાઢી હતી.

આ બાબતે શેન વોર્ને કહ્યું હતું કે મને એમ લાગે છે કે એક વખત પ્રતિબંધ મૂકાય પછી એને બદલી ન શકાય. હા, પ્રતિબંધ વધુ પડતો છે, પણ આમાં કંઈ ન થઈ શકે. ક્રિકેટર્સ એસોસીએશનની વિનંતી પણ નકારવામાં આવી. કારણ કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો ખૂબ ખરાબ રમ્યા હતા.

(3:30 pm IST)