Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અમારી રણનીતિને કારણે હાર્યું ભારત :ડેથ ઓવરમાં : બોલની સ્પીડ ઓછી કરી :ઓસીઝ બોલરનો ખુલાસો

બ્રિસ્બેન :પહેલી ટી-20 મેચમાં ચાર રનથી જીત્યા બાદ ઑસ્ટ્રેલિયન બોલર માર્કસ સ્ટોઇનિસે કહ્યું કે ભારતને હરાવવા માટે અમે ખાસ રણનીતી બનાવી હતી.બ્રિસ્બેન ટી-20ના હીરો સ્ટોઇનિસે જણાવ્યું કે ભારત સામે ડેથ ઓવરોમાં બોલની સ્પીડ ઓછી કરવી તેમની રણનીતી હતી

 ભારતને અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી પરંતુ સ્ટોઇનિસે કૃણાલ પંડ્યા અને દિનેશ કાર્તિકને સતત બે બોલ પર આઉટ કરીને ઑસ્ટ્રેલિયાને જીત અપાવી.

  મેચ બાદ સ્ટોઇનિસે કહ્યું કે. એરોન ફિંચે મારી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે અંતિમ ઓવરોમાં મારી પાસે બોલીંગ કરાવવી એકમાત્ર વિકલ્પ છે. ખાસ કરીને જો એડમ જાંપા રમી રહ્યો છે અમે બોલની સ્પીડ ઓછી રાખી અને તેમને લાંબા ચોક્કા લગાવા મજબૂર કર્યા હતા

 

 

(1:56 pm IST)