Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

શિખર ધવને વિરાટ કોહલીને પછાડ્યો:કેલેન્ડર વર્ષમાં સર્વાધિક ટી-20 આંતરરાષ્ટ્રીય રન કર્યાં

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં શ્રેણીના પ્રથમ ટી20 મેચમાં ભારતને ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રવાસી ટીમ માટે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને શાનદારૂ શરૂઆત આપી  પરંતુ ટીમને જીત અપાવી શક્યો ન હતો. પોતાની 76 રનની ઈનિંગ દરમિયાન ધવને કેપ્ટન વિરાટ  કોહલીનો એક રેકોર્ડ તોડી દીધો છે 

 આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 4 વિકેટ પર 158 રન બનાવ્યા. ભારતને ડકવર્થ લુઈસ  નિયમ પ્રમાણે 17 ઓવરમાં 174 રનનો લક્ષ્ય મળ્યો હતો. ધવનની 76 રનની ઈનિંગ છતાં પ્રવાસી ટીમ 7  વિકેટ પર 169 રન બનાવી શકી હતી. 

સીમિત ઓવરોના ક્રિકેટમાં શિખર ધવન શાનદાર ફોર્મમાં છે. આ બેટ્સમેને ઓસ્ટ્રેલિયામાં ટી20 શ્રેણીનો પ્રારંભ  પણ પોતાની સ્ટાઇલમાં કર્યો હતો. તેણે 42 બોલમાં 76 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે એક કેલેન્ડર વર્ષમાં  સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય રન બનાવવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડી દીધો છે. 

(12:06 am IST)