Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

અમારી ટીમ ફરી મજબૂત બનીને મેદાનમાં ઉતારશે: ઝીશાન મકસૂદ

નવી દિલ્હી: આઈસીસી ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સ્કોટલેન્ડ સામે આઠ વિકેટની હાર બાદ ઓમાન સુપર 12 માં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યો હતો. નિરાશ થયેલા ઓમાનના કેપ્ટન ઝીશાન મકસૂદે કહ્યું કે આ તેમના માટે અંત નથી, ટીમ મજબૂત રીતે પરત આવશે. સ્કોટલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ઓમાને નિર્ધારિત 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા હતા. જવાબમાં સ્કોટલેન્ડે 17 ઓવરમાં 2 વિકેટે 123 રન બનાવ્યા હતા અને આઠ વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે સ્કોટલેન્ડ ગ્રુપ બીમાં 6 પોઇન્ટ સાથે અજેય રહ્યું છે.

(5:38 pm IST)