Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

દેશમાં હજુ પાંચ મજબુત ટેસ્‍ટ મેચ સેન્‍ટર બનવા જોઇએઃ વિરાટ કોહલી નાના શહેરોમાં ટેસ્‍ટ મેચ રમવાથી નાખુશ

રાંચી: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે શાનદાર પ્રદર્શન કરી ટેસ્ટ સિરિઝમાં 3-0થી ઐતિહાસિક જીત નોંધાવી છે. આ સિરિઝની ત્રણેય ટેસ્ટ મેચ અપેક્ષા કરતા નાના સેન્ટરોમાં રમાઇ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આ વાત ગમી ન હતી. તેણે રાંચીમાં જીત નોંધવ્યા બાદ સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય ટીમે વધાર જગ્યાઓ પર મેચ રમવી જોઇએ નહીં. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચ ક્રમશ: વિશાખાપટ્ટનમ, પુણે અને રાંચીમાં રમાઇ હતી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું, મારા ખ્યાલમાં આપણે 5 મજબૂત ટેસ્ટ સેન્ટર બનાવવા જોઇએ. જે પણ વિદેશી ટીમ ટેસ્ટ મેચ રમવા માટે આવે છે. તેમને આ 5 સેન્ટર વિશે જાણકારી હોવા જોઇએ. દેખીતી રીતે આ એવા સેન્ટરો હોવા જોઈએ જ્યાં પિચ સારી હોય અને દર્શકો પણ સ્ટેડિયમમાં આવે. ભારતના સેન્ટરો એટલા વેરવિખેર છે તે યોગ્ય નથી.'

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, હું સ્ટેટ એસોસિએશની સલાહથી સહમત છું. જે રોટેશનની માગ કરે છે. પરંતુ તમને વન ડે અને ટી20 મેચની મેજબાની આપવી જોઇએ. જ્યા સુધી ટેસ્ટ મેચની વાત છે તો તે થોડી અળગ છે. ભારતીય ટીમને ખબર હોવી જોઇએ કે ટેસ્ટ મેચ કયા 5 સેન્ટરમાં રમાઇ શકે છે.

(5:41 pm IST)