Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વિનીતને મળી ઓડિશા એફસીના મિડફિલ્ડરની જવાબદારી

નવી દિલ્હી: વિનીત રાય ભારતના પ્રતિભાશાળી મિડફિલ્ડરોની નવી પીઢનો ભાગ છે. તે ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) ના છેલ્લા બે સીઝનમાં દિલ્હી ડાયનામોસના મુખ્ય મિડફિલ્ડર રહી ચૂક્યા છે અને હવે તે ઓડિશા એફસીનો ભાગ બનવા માટે તૈયાર છે.21 વર્ષિય વિનીતે પહેલાથી જ તેની કારકિર્દીમાં નામ કમાવ્યું છે, જે ખૂબ લાંબી લાગે છે. પરંતુ તેઓએ આગળ વધવા માટે ખરેખર ઘણું કર્યું છે. તેણે માત્ર 15 વર્ષની વયે જ ટોચનાં સ્તરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. વિનીતે કહ્યું, “શરૂઆતમાં મને મારી ક્લબ તરફથી રમવાની વધારે તક નહોતી મળી, પરંતુ હવે હું ઓડિશા એફસીનો આભાર માનું છું. હું અહીં એક ખેલાડી તરીકે મોટો થયો છું અને આ માટે હું કોચનો આભાર માનું છું કે જેમણે મારામાં વિશ્વાસ ઠાલવ્યો છે. હું આશા રાખું છું કે હું ભવિષ્યમાં વધુ સારુ કરીશ.

(5:32 pm IST)