Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સહાના સ્થાને પંત

રાંચી :  સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝમાં વિકેટકીપર તરીકે વૃદ્ઘિમાન સહા એક સફળ પ્લેયર સાબિત થયો છે, પણ છેલ્લી અને અંતિમ ટેસ્ટ મેચમાં આંગણીમાં ઈજા થતાં તે મેચની બહાર થયો હતો. તેના રિપ્લેસમેન્ટ તરીકે રિષભ પંતને બોલાવવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગમાં ૨૭મી ઓવર નાખવા આવેલા અશ્વિનના બોલ પર સહાને ઈજા થઈ હતી. આ ઇન્જરી વધારે હોવાથી તે આગળની મેચમાં કીપિંગ કરી શકે એમ ન હોવાથી તેના સ્થાને પંતને બોલાવવામાં આવ્યો હતો.

(3:23 pm IST)
  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST

  • કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને બહુમતી મેળવવા હવે માત્ર 15 બેઠકનું છેટું : ટ્રૂડોની લિબરલ પાર્ટી 338 માંથી 155 બેઠક ઉપર અને વિરોધી કન્ઝર્વેટિવ પાર્ટી 122 બેઠક ઉપર આગળ : ભારતીય મૂળના શીખ આગેવાન જગમિત સિંઘની પાર્ટી ચોથા ક્રમે access_time 12:55 pm IST

  • હેલમેટ મુદ્દે પુડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણ અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી આમને સામને : ચૂંટણી પ્રચાર સમયે હેલમેટ પહેર્યા વગર સ્કૂટર ઉપર ફરતા મુખ્યમંત્રીનો ફોટો કિરણ બેદીએ ટ્વીટર ઉપર શેર કર્યો : મુખ્ય મંત્રીએ કોઈના સ્કૂટર ઉપર હેલમેટ પહેર્યા વિના પાછળ બેઠેલા કિરણ બેદીનો ફોટો શેર કર્યો access_time 11:54 am IST