Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ટીમ ઈન્ડિયાનો હેટ્રીક વિજય : આફ્રિકાનો વ્હાઈટવોશ

ભારત ૪૯૭/૯ ડિકલેર, સાઉથ આફ્રિકા ૧૬૨ અને ૧૩૩ ઇનિંગ અને ૨૦૨ રનથી ઘોર પરાજય : સમગ્ર સિરીઝમાં બેટ્સમેનો સાથે બોલરોનું પણ શાનદાર પ્રદર્શન : મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ રોહિત શર્મા

રાંચી : ટીમ ઈન્ડિયાએ ૩-૦થી ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. ત્રીજા ટેસ્ટમાં પણ સાઉથ આફ્રિકાને એક ઈનિંગ અને ૨૦૨  રનથી પછાડી ભવ્ય વિજય હાંસલ કર્યો છે. સમગ્ર સિરીઝમાં ભારતીય બેટ્સમેનો સાથે બોલરોનું શાનદાર પ્રદર્શન રહ્યુ છે. આખી સિરીઝમાં બે વખત ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે.

રાંચી ટેસ્ટમાં ભારતે ટોસ જીતી દાવ લેતા ૧૧૬.૩ ઓવરમાં ૯ વિકેટે ૪૯૭ રન બનાવી દાવ ડીકલેર કર્યો હતો. રોહિત શર્માએ ૨૧૨ અને અજીન્કીયા રાણેએ ૧૧૫ રન તો જાડેજાએ પણ ફીફટી ફટકારી હતી.

પ્રથમ ઈનિંગના જવાબમાં સાઉથ આફ્રિકાની આખી ટીમ માત્ર ૧૬૨ રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતંુ. ઉમેશ યાદવ-૩, શમી, નદીમ અને જાડેજાએ ૨-૨ વિકેટો લીધી હતી.

ભારતીય ટીમે ફોલોઓન કરતા બીજા દાવમાં પણ ધબડકો થયો હતો. આખી ટીમ માત્ર ૧૩૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શમીએ ૩, યાદવ અને નદીમે ૨-૨ અને જાડેજા - અશ્વિને ૧-૧ વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને ૨૦૨ રને ભવ્ય વિજય થયો છે.

ભારતીય ટીમે સાઉથ આફ્રિકાનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો અને બોલરોએ સમગ્ર સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.

(11:22 am IST)