Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રોહિત શર્માઅે વેસ્ટ ઇન્ડિઝના બોલીરની બરાબરની ધોલાઇ કરીઃ ૧૧૭ બોલમાં ૧પ૨ રન ફટકારીને સૌરવ ગાંગુલી-સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ રવિવારે વેસ્ટઈન્ડિઝના બોલરની બરાબરની ધોલાઈ કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીની તોફાની બેટિંગની મદદથી પહેલા વન ડેમાં ભારતે 8 વિકેટથી જીત મેળવી હતી. દરમિયાન રોહિત શર્માએ 117 બોલમાં 15 ચોગ્ગા અને 8 સિક્સર્સની મદદથી 152 રન બનાવ્યાં હતાં. જેમાં તેણે સૌરવ ગાંગુલી અને સચિનનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

તોડ્યો સચિનનો રેકોર્ડ

રોહિત શર્મા વન ડેમાં સૌથી વધુ વાર 150 રનની ઇનિંગ રમનાર પહેલો બેટ્સમેન બન્યો છે. મામલે તેણે ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકર અને ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને પાછળ રાખ્યાં છે. તેંદુલકર અને વોર્નરે વન ડે ક્રિકેટમાં પાંચ વાર 150 અથવા તેનાથી વધુ રનની ઈનિંગ રમી છે.

બીજો ભારતીય બન્યો રોહિત શર્મા

રોહિત શર્મા ભારતમાં સૌથી ઓછી ઈનિંગમાં 4,000 ઈન્ટરનેશનલ રન કરનાર બીજો ભારતીય બન્યો છે. મામલે તે સુનીલ ગાવસ્કરની બરાબરી કરવાથી માત્ર એક ઈનિંગથી ચૂકી ગયો હતો. ગાવસ્કરે 86 ઈનિંગમાં 4,000 આંતરરાષ્ટ્ર્રીય રન પૂરા કર્યાં છે.

તોડ્યો ‘દાદા’નો રેકોર્ડ

ઉપરાંત વન ડેમાં ઓપનર તરીકે સૌથી વધુ સિક્સર્સ ફટકારનાર ખેલાડીમાં 3જા નંબર પર આવ્યો છે. પહેલા સ્થાન પર ક્રિસ ગેઈલ, બીજા સ્થાન પર સનથ જયસૂર્યા છે. જો વાત કરવામાં આવેલા ભારતીય ખેલાડીઓની તો તેમાં પણ રોહિત 3જા નંબર પર છે. પહેલા સ્થાન પર ધોની અને સચિન તેંદુલકર બીજા સ્થાન પર છે. જ્યારે ઈનિંગની મદદથી રોહિત 3જા સ્થાન પર અને સૌરવ ગાંગુલી ચોથા નંબર પર છે.

(6:03 pm IST)