Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સચિન તેંડુલકરે જાધવપુર વિશ્વ વિદ્યાલયની માનદ ડી,લિટ્ની ડિગ્રી લેવા કર્યો ઇન્કાર

આ પહેલા ઑક્સફોર્ડની માન્ય ડિગ્રી પણ ફગાવી ચૂક્યા હોવાનો સચિને કર્યો ઉલ્લેખ

 

મુંબઈ :માસ્ટર બ્લાસ્ટરના હુલામણા નામથી જાણીતા સચિન તેંડુલકરે પશ્ચિમ બંગાળની જાધવપુર વિશ્વવિદ્યાલયમાંથી ડૉકટરની ડિગ્રી લેવાનો ઈનકાર કર્યો છે.

  જાધવપુર વિશ્વ વિદ્યાલયે સચિનને માનદ ડી.લિટની ડિગ્રી આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સચિને સન્માનપૂર્વક ડિગ્રીને લેવાનો ઈનકાર કર્યો હતો. સચિન તેંડુલકરે જાધવપુર વિશ્વવિદ્યાલયને એક -મેઈલ લખી પોતાના નિર્ણયની જાણ કરી હતી. પોતાના -મેઈલમાં લખ્યું કે, તેઓ નૈતિક રીતે ડિગ્રી લઈ શકે તેમ નથી. સચિને મેઈલમાં વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે પહેલા ઑક્સફોર્ડની માન્ય ડિગ્રી પણ ફગાવી ચૂક્યા છે.

(9:35 pm IST)
  • રાજયના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ પંથકમાં ધોધમાર વરસાદ:10 ફૂટ દુરનું કઈ દેખાતુ નથી access_time 9:14 pm IST

  • સુરેન્દ્રનગર નર્મદા વિભાગે આપેલી સિંચાઈ માટેની પાણીની ભૂગર્ભ લાઈનો તૂટી:ખેડૂતોનાં ખેતરો પાણી ભરાયા: નર્મદા સિંચાઈનું પાણી ખેડૂતોનાં ખેતર જતા પાકને નુકશાન:લખતર તાલુકાનાં ભાલાળા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા:સિંચાઈનું પાણી વેડફાયું ખેડૂતો કરી સિંચાઈ વિભાગના જાણ : તંત્ર નથી ફરક્યું access_time 10:45 pm IST

  • ગીરના જંગલમાં 6 બાળ સિંહ, 3 માદા સિંહણ, 1 નર સિંહ અને 1 વણ ઓળખાયેલ સિંહના મોત:3 બાળ સિંહો ના ઈનફાઈટ માં, 3 ના સારવાર દરમિયાન, 2 બીમારી થી અને 3 ના ફેફસાં માં સંક્રમણના કારણે મોત access_time 10:16 pm IST