Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

નજીકના ભવિષ્યમાં વિરાટ કોહલી કરી શકે છે ફિલ્મોમાં ડેબ્યુ

નવી દિલ્હી:વિરાટ કોહલી એક એવો ક્રિકેટર છે જેના વિશ્વભરમાં કરોડો ચાહકો છે. તેના પ્રશંસકોને લાંબા સમયથી તે ફિલ્મોમાં આવે તેનો ઇંતેજાર હતો. દેશના સૌથી સ્ટાઇલિશ ક્રિકેટરે હવે બોલિવૂડ ફિલ્મ જગતમાં ડેબ્યૂ કરવાનો નિર્ણય કર્યો હોય તેમ જણાય છે. શનિવારે વહેલી સવારે વિરાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર રિલીઝ કર્યું છે. ટ્રેલર ધ મૂવીના પોસ્ટરમાં વિરાટ એકશન લૂકમાં જોવા મળી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં આગ જોવા મળી રહી છે. આ પોસ્ટરને શેયર કર્યા બાદ વિરાટ બોલિવુડમાં આવશે તે બાબત કન્ફર્મ થઇ ગઇ છે. આ પોસ્ટર બાબતે ૨૮ સપ્ટેમ્બરે ખુલાસો થશે એમ વિરાટે સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોને જણાવ્યું છે. જો કે આ પોસ્ટર બાબતે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. વિરાટ કોહલીનું આ પોસ્ટર તેની એક બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ હોવાનું અનેકનો મત છે. વિરાટ રોન્ગ ડોટ ઇન નામની વસ્ત્રોની બ્રાન્ડ સાથે સંકળાયેલો છે.

 

(5:26 pm IST)
  • અંબાજી મંદિરમાં બોંબ ડિટેક્ટીવ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ :મંદિર પરીસરમાં ખુણે ખુણાની અદ્યતન સાધનો દ્વારા તપાસ કરાઇ:કોઇ પણ શંકાસ્પદ વસ્તુઓ હાથ ન લાગી:અંબાજી મંદિર ઝેડ કેટેગરી ની સુરક્ષા ધરાવતુ હોઇ વધુ ધ્યાન રખાશે તેમ બીડીડીએસ નાં પી. એસ. આઇ એ જણાવ્યું access_time 10:46 pm IST

  • સુરત:ઓલપાડમાં નિવૃત મામલતદારની આત્મહત્યાનો મામલો :આપઘાત કરનાર કાંતિ પટેલ પાસેથી 14 પાના ની સુસાઇડ નોટ મળી આવી :સુસાઇડ નોટમાં કુટુંબીજનો તેમજ અન્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ :23 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો :પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી : ઘરના પાછળના ભાગે પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો access_time 10:45 pm IST

  • સુરતના કામરેજ તાલુકાના કઠોરમાં જાહેરમાં તલવારો ઉછાળી: મેપલ વિલા પાસે બે પક્ષો જમીનના પ્લોટના વિવાદને કારણે આમને સામને :જાહેર રસ્તા પર એકબીજા સાથે દાદાગીરી : તલવારો ઉછળતા સ્થાનીકોમાં ફફડાટનો માહોલ ફેલાયો access_time 9:16 pm IST