Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ચીન ઓપનની કવોર્ટર ફાઈનલમાં શ્રીકાન્ત, સિંધુનો પરાજય

જો કે ચીન ઓપન ટાઈટલ જીતનાર એકમાત્ર ભારતીય છે શ્રીકાન્ત

ભારતના સ્ટાર શટલરો કિદામ્બી શ્રીકાન્ત અને પી.વી.સિંધુ ચાઈના ઓપન બીડબલ્યુએફ વર્લ્ડ-ટૂર સુપર ટુર્નામેન્ટની કવોર્ટર ફાઈનલમાં હારીને બહાર થઈ ગયા છે. વર્લ્ડ નંબર બે જાપાનના મોમોટાએ વર્લ્ડ નંબર ૮ શ્રીકાન્તને ૨૮ મિનિટમાં હરાવ્યો હતો. કિદામ્બી શ્રીકાન્ત ભારતનો એકમાત્ર ખેલાડી છે જે ચીન ઓપનનું ટાઇટલ જીત્યો છે. ત્યાર બાદ વલ્ડ-નંબર ૩ પી. વી. સિંધુ વર્લ્ડ નંબર ૬ ચીનની ચેન યુઇ સામે બાવન મિનિટના રોમાંચક મુકાબલામાં ૧૧-૨૧, ૨૧-૧૧ અને ૧૫-૨૧થી હારી હતી. આ પહેલાં બન્ને વચ્ચે રમાયેલી છમાંથી ૪ ગેમમાં સિંધુ ૨૦ વર્ષની ચેન યુઇને હરાવી ચૂકી હતી. શ્રીકાન્ત જપાનના મોમોટા સામે જૂનમાં મલેશિયા ઓપનમાં અને જુલાઈમાં ઇન્ડોનિશિયા ઓપનમાં પણ હાર્યો હતો.

(3:28 pm IST)