Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

યૌન શોષણ મામલે રોનાલ્ડોના વકીલે સ્વીકારી આ એક વાત: જાણો કેવી રીતે સોલ થઇ પ્રોબ્લેમ

નવી દિલ્હી:ફૂટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની સલાહકારે પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે બળાત્કારનો આરોપ લગાવતી મહિલાને કેસ પતાવટ માટે 3 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. મહિલાએ 2009 માં રોનાલ્ડો પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો.મહિલાએ રોનાલ્ડો પર 2009 માં લોસ વેગાસની એક હોટલમાં જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.સીએનએનના અહેવાલમાં જણાવ્યા અનુસાર કેથરિન મેયરગા નામની મહિલાએ જણાવ્યું હતું કે રોનાલ્ડોએ તેમને સમાધાન તરીકે $ 375,000 ડોલર ચૂકવ્યા હતા અને કહ્યું હતું કે આ કેસ ગુપ્ત છે.શુક્રવારે દાખલ કરેલા પ્રસ્તાવમાં, રોનાલ્ડોની કાનૂની ટીમે યુએસ $ 375,000 ચૂકવવા સંમત થયા હતા અને મેયરગાના દાવાને બરતરફ કરવાનો પ્રયાસ કર્યો હતો.

(5:52 pm IST)