Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના આ બોલરો સામે બોલિંગ બાબતે નોંધાઈ ફરિયાદ

નવી દિલ્હી: શ્રીલંકાના ઓફ સ્પિનર એકિલા ધનંજય અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન સામે શંકાસ્પદ બોલિંગ એક્શન હોવાના અહેવાલ છે. ધનંજયની શંકાસ્પદ બોલિંગ એક્શન છેલ્લા 10 મહિનામાં બીજી વખત નોંધાઈ છે. હવે તેઓએ 12 દિવસની અંદર બાયોમેકનિક પરીક્ષણ કરાવવું પડશે.જો ધનંજય આ પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ જાય તો તેના પર એક વર્ષનો પ્રતિબંધ આવી શકે છે. આઈસીસીના બોલિંગ એક્શનના નિયમો અનુસાર, કોઈ બોલર બે વર્ષમાં બે વાર બાયોમેકનિકલ પરીક્ષણમાં નિષ્ફળ જાય તો તેને પ્રતિબંધનો સામનો કરવો પડે છે.આ કિસ્સામાં, ધનંજય સિવાય ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની બોલિંગ એક્શન પણ નોંધાઈ છે. શ્રીલંકા સામે ગેલ ટેસ્ટમાં વિલિયમ્સને ત્રણ ઓવર ફેંકી હતી.

(5:48 pm IST)