Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરીઝમાં કોહલીને મળશે રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવાની તક

મુંબઈ : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે વેસ્ટ ઇન્ડીઝ સામે વનડે સીરીઝમાં સતત બે સદી ફટકારનાર વિરાટ કોહલી હવે ટેસ્ટ સીરીઝમાં પણ તે આ ફોર્મને જાળવી રાખવાનો પ્રત્યન કરશે. તેની સાથે ટેસ્ટ સીરીઝમાં જીત સાથે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વધુથી વધુ પોઈન્ટ પ્રાપ્ત કરવા ઉતરશે.

 વેસ્ટ ઇન્ડીઝ અને ભારતની વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની શરૂઆત થશે. તેની સાથે જ બંને ટીમોની ટેસ્ટ ચેમ્પિયનશીપની સફર પણ શરૂ થઈ જશે. આ સીરીઝમાં વિરાટ કોહલી પાસે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગના રેકોર્ડને પાછળ છોડી આગળ નીકળવાની પણ તક હશે.

બંને ટીમોની વચ્ચે પ્રથમ ટેસ્ટ એન્ટીગામાં રમાશે. વિરાટ કોહલીના નામે અત્યારે કેપ્ટન તરીકે ૪૬ ટેસ્ટ ક્રિકેટમાં ૧૮ સદી છે. તે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની ૧૯ સદીથી માત્ર એક સદી પાછળ છે. એવામાં વિરાટ કોહલી જો બે મેચની સીરીઝમાં બે સદી ફટકારી દેશે તો તે આ યાદીમાં રિકી પોન્ટિંગથી આગળ નીકળી જશે.

આ યાદીમાં તેમ છતાં સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ ટોપ પર છે જેમને કેપ્ટન તરીકે ૧૦૯ ટેસ્ટ મેચમાં ૨૫ સદી ફટકારી છે.

(11:29 am IST)