Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

એશિયન ગેમ્સમાં પહેલીવાર ભારતીય રેગુ ટીમે મેળ્યો મેડલ: જાણો શું છે આ રમત

નવી દિલ્હી:ભારતે પુરુષ રેગૂ ટીમ સ્પર્ધામાં ગત વિજેતા થાઇલેન્ડ સામે હારવા છતાં એશિયન ગેમ્સમાં સેપક ટાકરામાં પોતાનો પ્રથમ મેડલ જીત્યો હતો. ભારતની પુરુષ રેગૂ ટીમ થાઇલેન્ડ સામે ૦-૨થી હારી ગઈ હતી પરંતુ બ્રોન્ઝ મેડલ મળ્યો કારણ કે, સેમિફાઇનલમાં હારનાર બે ટીમને મેડલ અપાય છે. ભારતને પુરુષ રેગૂ ટીમ સ્પર્ધમાં ગત વિજેતા થાઇલેન્ડ સામે સેમિફાઇનલમાં પરાજય છતાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. સેપક ટાકરા ભારતના નોર્થ-ઇસ્ટમાં વધુ રમાય છે. ગેમમાં વોલિબોલ, ફૂટબોલ અને જિમ્નાસ્ટિકનું મિશ્રણ છે. રમતને ઇંડોર હોલમાં ૨૦ઠ૪૪ના આકારની જગ્યામાં સિંથેટિક ફાઇબરના બોલથી રમાય છે. ગેમ બે પ્રકારે રમાય છે. એક ટીમ ઇવેન્ટ જેમાં ૧૫ ખેલાડી હોય છે. બીજું રેગૂ ઇવેન્ટ જેમાં પાંચ ખેલાડી સામેલ હોય છે. એશિયન ગેમ્સમાં ભારત ૨૦૦૬થી રમતમાં ભાગ લે છે પરંતુ પ્રથમ વાર કોઈ મેડલ મળ્યો છે. સેપક ટાકરા મૂળ થાઇલેન્ડની રમત છે. તેને ૧૯૯૦માં એશિયન ગેમ્સમાં સામેલ કરાઈ હતી.

(5:13 pm IST)