Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

Asian Games 2018: જીમનાસ્ટિક દીપા ઇજાને લીધે ફાઇનલમાંથી બહાર

દિલ્હી: ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માંકર ઘૂંટણમાં ઇજાના લીધે ચાલે રહેલ 18મી એશિયન ગેમ્સ 2018ની સ્પર્ધાના જિમ્નાસ્ટિકની ફાઇનલ મેચમાંથી બહાર રહૈ ગઈ છે. દીપાને ટ્રેનિંગ દરમિયાન ઘૂંટણમાં ઇજા થઇ હતી. ઇજા દીપાને ઘણા સમયથી હેરાન કરે છે જેના લીધે દીપાએ ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ અને 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નથી લઇ શકી.દીપાને એશિયન ગેમ્સમાં પોડિયમ પ્રેક્ટિસ દરમિયાન ઇજા થઇ જેના કારણે આર્ટિસ્ટિક ટીમ સ્પર્ધ્ના ફાઇનલમાં ભાગ લેવાનો નિર્ણય લીધો હતો. જો કે બીમ સ્પર્ધાની ફાઇનલમાં ભાગ લઇ શકશે.

(5:12 pm IST)