Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

વુશુમાં ભારતના ચાર મેડલ પાક્કા

એશિયન ગેમ્સની વુશુ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ પોતાના ચાર મેડલ તો પાકા કર્યા છે. કુલ પાંચ ખેલાડીઓમાંથી ચાર ખેલાડીઓ સેમી ફાઇનલમાં પહોંચ્યા છે. સેમી ફાઇનલમાં હારી જાય તો એક બ્રોન્ઝ મેડલ તો પાકોજ છે. સેમી ફાઇનલ આજે રમાશે. સેમી ફાઇનલમાં પહોંચનારાઓમાં રોશિબિના દેવી, સંતોષ કુમાર, સૂર્ય ભાનુ પ્રતાપ અને નરેન્દર ગરેવાલનો સમાવેશ છે. પ્રદીપ કુમાર પોતાની કવાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો.(૩૭.૧)

 

(3:32 pm IST)