Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ભારતીય પુરૂષ ટીમે થાઈલેન્ડને કબડ્ડીમાં ૪૯-૩૦થી કચડી નાખ્યુ : ત્રીજી જીત

ભારતીય પુરૂષ કબડ્ડી ટીમે જકાર્તામાં ચાલી રહેલી ૧૮મી એશિયન ગેમ્સમાં થાઇલેન્ડને ૪૯-૩૦થી હરાવ્યું હતું. ગ્રુપ-એમાં સામેલ ભારતની આ ત્રીજી જીત છે. આ પહેલાં એણે શ્રીલંકાને ૪૪-૨૮ અને બંગલાદેશને ૫૦-૨૧થી કચડી નાખ્યું હતું. જોકે સાઉથ કોરિયા સામે એણે રસપ્રદ મુકાબલામાં ૨૩-૨૪થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની ટીમ થાઇલેન્ડ સામે પહેલા હાફમાં ૨૩-૧૨થી આગળ હતી.(૩૭.૧)

(3:31 pm IST)