Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નજમ શેઠીનું રાજીનામુ, એહસાન મની બન્યા નવા અધ્યક્ષ

ઈમરાન ખાન વડાપ્રધાન બનતાની સાથે જ પરિવર્તન

ઈમરાન ખાન નવા વડાપ્રધાન બનતાની સાથે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પરિવર્તનનો માહોલ જામ્યો છે. નજમ સેઠીએ અધ્યક્ષ અને બોર્ડ ઓફ ગવર્નરના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. છેલ્લા ચાર વર્ષથી તે આ પદ પર હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનના કમબેકનું શ્રેય અમુક હદે તમને આપવામાં આવતું હતું. નજમ સેઠીએ રાજીનામું આપતાં કહ્યું હતું કે રાજીનામું આપવા માટે હું નવા વડા પ્રધાનની શપથગ્રહણની રાહ જોતો હતો. મેં હવે રાજીનામું આપી દીધું છે. એહસાન મનીની નિયુકિતની જાહેરાત કરતાં ઇમરાન ખાને વિટર પર કરતાં લખ્યું હતું કે મેં એહસાન મનીને અધ્યક્ષ તરીકે નિયુકત કર્યા છે. તે આ પદ માટે શ્રેષ્ઠ યોગ્યતા ધરાવે છે.(૩૭.૧)

(3:27 pm IST)