Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

વોલ્ટ ફાઈનલમાં ન પહોંચી જિમ્નેસ્ટ દિપા કરમાકર

રિયો ઓલિમ્પિકસમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ચોથું સ્થાન મેળવનારી જિમ્નેસ્ટ દીપા કરમાકર ૧૮મી એશિયન ગેમ્સની સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી નહોતી શકી. દીપા ઈજાને કારણે એપ્રિલમાં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકી નહોતી. તે ફિટ થઈને એશિયન ગેમ્સમાં ભાગ લેવા ઊતરી હતી. દીપા પાસે વોલ્ટ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચવાની આશા હતી, પણ તે કવોલિફિકેશન રાઉન્ડમાં ૧૩.૨૨પના સ્કોર સાથે આઠમા નંબર પર રહી હતી.(૩૭.૧)

(3:28 pm IST)