Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સાક્ષીએ એમએસ ધોનીના બર્થ ડેની તસવીર ઇન્સ્ટા પર શેર કરી

ધોનીના બર્થ-ડેના ૧૪ દિવસ પછી તસવીર શેર કરી : સાતમી તારીખે માહીએ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો

નવી દિલ્હી, તા. ૨૨ : લાઈમલાઈટથી હંમેશાં દૂર રહેનારો એમએસ ધોની ભલે સોશિયલ મીડિયા પર એક્ટિવ ન રહેતો હોય પણ આ પ્લેટફોર્મ પર તેની ચર્ચાઓ હંમેશાં એક્ટિવ રહે છે. આ મહિને ૭ તારીખે માહીએ પોતાનો ૩૯મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ધોનીએ પોતાના બર્થ-ડેની તસવીરો ટ્વીટર કે ઈન્સ્ટાગ્રામ પર શેર નહોતી કરી પણ ફેન્સે તેનો બર્થ-ડે પૂરા જોશથી ઉજવ્યો હતો. તેની પત્ની સાક્ષીએ મોડે-મોડેથી સોશિયલ મીડિયા પર મંગળવારે ધોનીના બર્થ-ડેની પહેલી તસવીર શેર કરી દીધી છે. સાક્ષીએ મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં ધોનીની સાથે હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કૃણાલની પત્ની પંખુડી અને ધોનીના ત્રણ દોસ્ત દેખાઈ રહ્યા છે. આ તસવીરમાં ધોનીની પુત્રી જીવા પણ જોવા મળી રહ છે. જોકે, સાક્ષી પોતે આ ફોટોમાં દેખાઈ રહી નથી. આ તસવીરને શેર કરતા સાક્ષીએ કેપ્શનમાં લખ્યું, 'મિસિંગ ધ હેપ્પી સ્કાયડ.

 જણાવી દઈએ કે, પંડ્યા ફેમિલીના બંને ભાઈ ભાઈ અને પંખુડી એક ચાર્ટર્ડ પ્લેન દ્વારા ધોનીનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા રાંચી પહોંચ્યા હતા.  ફેન્સને ધોનીના બર્થ-ડેની તસવીરો જોવાની ૭ જુલાઈથી જ આતુરતા હતી પણ તેમને લાગી રહ્યું છે કે, તેના બર્થ-ડેના બે સપ્તાહ પસાર થઈ ચૂક્યા છે તો ધોની અથવા સાક્ષી આ વખતે તેની તસવીરો શેર નહીં કરે પણ સાક્ષીએ ફેન્સને સરપ્રાઈઝ આપતા તેના જન્મદિવસની પ્રથમ તસવીર શેર કરી દીધી છે. જણાવી દઈએ કે, ધોની ગત વર્ષે રમાયેલા વર્લ્ડ કપ બાદ આ વર્ષે IPLથી મેદાન પર કમબેક કરવાનો હતો પણ ૨૯ માર્ચથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ કોરોના વાયરસ મહામાીને કારણે અટકી પડી અને હવે તે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ છે. આ ટૂર્નામેન્ટના ઑક્ટોબર-નવેમ્બરમાં ફરી એકવાર આયોજનની અટકળો ચાલી રહી છે.

(8:13 pm IST)