Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ફાઈનલમાં યામાગુચીએ પીવી સિંધુને હરાવી જીત્યું ટાઈટલ

યામાગુચીએ આ ટાઈટલ મુકાબલો ૨૧-૧૫, ૨૧-૧૬ થી જીત્યો

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની ફાઈનલમાં જાપાનની અકાને યામાગુચી સામેનો હારનો સામનો કરવો પડ્યો છે. યામાગુચીએ આ ટાઈટલ મુકાબલો ૨૧-૧૫, ૨૧-૧૬ થી જીત્યો હતો.

પાંચમાં સ્થાનની પીવી સિંધુ ફાઈનલમાં સારી રમત દેખાડવામાં નિષ્ફળ રહી અને ચોથા સ્થાનની જાપાની ખેલાડીથી હારી ગઈ હતી. પીવી સિંધુ આ અગાઉ યામાગુચીને સતત ચાર વખત હરાવી ચુકી હતી પરંતુ તે આ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. યામાગુચીએ સેમીફાઈનલમાં દુનિયાની નંબર વન ખેલાડી તાઈ જુ યિંગને હરાવી હતી અને તે જીતથી ઉત્સાહિત થઈને તેમને પીવી સિંધુને સરળતાથી હરાવી દીધી હતી.

પીવી સિંધુ આ વર્ષે અત્યાર સુધી એક પણ ટાઈટલ જીતી શકી નથી. તે પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી પરંતુ આ ટાઈટલને પ્રથમ વખત પ્રાપ્ત કરવાથી ચુકી ગઈ હતી. જો પીવી સિંધુ જીતી ગઈ હોત તો આ ટાઈટલ પ્રાપ્ત કરનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ હોત.

આ અગાઉ પીવી સિંધુએ સેમીફાઈનલમાં ચીનની ચેન યુફેઈને સીધી ગેમમાં ૨૧-૧૯, ૨૧-૧૦ થી હરાવી હતી. આ મુકાબલો ૪૬ મિનીટ ચાલ્યો હતો. એક અન્ય સેમીફાઈનલમાં ત્રીજા ક્રમની યામાગુચીએ ટોપ ક્રમ પ્રાપ્ત અને દુનિયાની નંબર એક ખેલાડી તાઈ જુ યિંગને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. યામાગુચીએ આ મુકાબલો માત્ર ૩૨ મિનિટોમાં ૨૧-૯, ૨૧-૧૫ થી જીતી ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

પીવી સિંધુની જાપાની ખેલાડી યામાગુચી સામે પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આ ફાઈનલથી પહેલા તેમની વચ્ચે ૧૪ મેચમાંથી પીવી સિંધુએ ૧૦ જયારે યામાગુચીએ ૪ મેચ જીતી હતી. હવે ૧૫ મેચમાં યામાગુચી ૫ મેચ જીતી ચુકી છે

(12:30 pm IST)