Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સચિને સેલિબ્રેટ કર્યો ફાધર્સ ડે અને યોગ ડે

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ગઈકાલે યોગ ડે અને ફાધર્સ ડે સેલિબ્રેટ કર્યો હતો. પોતાના દીકરા અર્જુન અને દીકરી સારા સાથે યોગ કરતો આ ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરીને તેણે ફાધર્સ ડેની ઉજવણી કરી હતી. સાથોસાથ પોતાના પિતા સાથેનો પોતાનો એક જૂનો ફોટો અપલોડ કરીને સચિને કહ્યું કે 'પપ્પા, જીવનની સૌથી મહત્વની સલાહ હજી પણ મને યાદ છે કે શકય એટલા સારા માણસ બનો. મને દરેક વસ્તુ આપવા બદલ તમારો આભાર.'

(3:52 pm IST)