Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

પુરૂષોના ટી-૨૦ વર્લ્ડ કપને મોકૂફ કરતા તેની અસર મહિલા વર્લ્ડકપ ઉપર પડશે

ઓસ્ટ્રેલીયન મહિલા ક્રિકેટર એલીસ પેરી કહે છે

સિડની : ઑસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની સફળ પ્લેયર એલિસ પેરીનું કહેવું છે કે, પુરુષોના ટી-૨૦ વર્લ્ડકપને મોકૂફ કરાતાં એની અસર મહિલા ટી-૨૦ વર્લ્ડકપ પર થશે. કોરોનાને કારણે હજી સુધી આ ટુર્નામેન્ટ આ વર્ષે રમાશે કે નહીં એ પ્રશ્ન હજી પણ ક્રિકેટપ્રેમીઓને સતાવી રહ્યો છે.

આવતા વર્ષે મહિલા ટી-૨૦ વર્લ્ડકપ ન્યુઝીલેન્ડમાં ૬ ફેબ્રુઆરીથી ૭ માર્ચ દરમિયાન રમવાનો છે. જોકે એમ પણ કહેવાય રહ્યું છે કે, જો આ વર્ષના અંતમાં પુરૂષોનો ટી-૨૦ વર્લ્ડકપ નહીં યોજાય તો ૨૦૨૧ના ઉક્ત ગાળામાં પુરુષોનો ટી-૨૦ વર્લ્ડકપ યોજાઈ શકે છે.

પુરુષોના ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન કેવી રીતે થાય છે એના પર મહિલા ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન નક્કી થશે. કારણકે પુરૂષોના વર્લ્ડકપની અસર મહિલાઓના વર્લ્ડરકપ પર જોવા મળશે. જો પુરૂષોનો આ વર્લ્ડકપ આવતા વર્ષ માટે પોસ્ટપોન થયો તો બે વર્લ્ડકપ એકસાથે થવા લગભગ અસંભવ છે. એકસાથે આ બે મોટા ઈવેન્ટ થવા અશક્ય છે, એ હું સમજી શકું છું. હાલની પરિસ્થિતિઓને કારણે શું થશે એ કહેવું અઘરું છે.

(3:51 pm IST)