Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ભારત સામેની મેચમાં અફઘાનિસ્તાની ટીમે બદલ્યો પોતાનો ડ્રેસ નો રંગ

ઇન્ડિયાની જગ્યાએ અફઘાનિસ્તાને પોતાના ડ્રેસનો કલર બદલ્યો.

આઇસીસીના નવા નિયમ અનુસાર કોઇ પણ મેચમાં, રમત દરમ્યાન બન્ને ટીમના ડ્રેસનો કલર એક સમાન હોવો જોઇએ નહીં. આ નિયમ ફૂટબોલના `હોમ અને અવે' મુકાબલામાં પહેરાતી જર્સીમાંથી પ્રેરિત થઇને આઇસીસીએ બનાવ્યો છે. આઇસીસી ટીમની ટી-સર્ટના રંગ બાબતે દર્શકોમાં મુંજવણ ના થાય એ હેતુથી આ નિયમ લાગુ કર્યો છે. વર્લ્ડ કપમાં ટિમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના કપડાં નો રંગ એકબીજાને મળતો આવે છે.

ઇન્ડિયા પોતાના અસલ બ્લ્યૂ કલરના બદલે ઓરેન્જ જર્સીમાં જોવા મળી શકે તેવી શક્યતા હતી, પરંતુ ચાહકો ની જિજ્ઞાસા વચ્ચે ઇન્ડિયાની જગ્યાએ અફઘાનિસ્તાને પોતાના ડ્રેસનો કલર બદલ્યો. અફઘાનિસ્તાને અગાઉ ઇંગ્લેન્ડન સામેની મેચમાં પોતાનો ડ્રેસ બદલ્યો હતો. ટીમ યજમાન દેશની ટીમ હોવાથી તેને જર્સી બદલવી પડશે નહીં. તે દરેક મેચમાં પોતાના રાબેતા મુજબના રંગની જર્સીમાં જ રમી શકે છે.આ નિયમ આઈસીસી ની દરેક ટુર્નામેન્ટમાં લાગુ રહશે.પ્રથમ વાર નવા લુકમાં ટિમ ઇન્ડિયા પોતાના ચાહકો સામે 30 જૂને આવશે. તો સાથેજ ચાહકો માં પણ ટિમ ઇન્ડિયા ને અલગ રૂપમાં જોવાની ઉત્સુકતા છે.

(8:30 pm IST)
  • જમ્મુ - કાશ્મીરમાં આતંકીઓ સાથે સતત અથડામણ ચાલુ : બારામુલામાં વધુ ૧ આતંકી ઠાર access_time 11:35 am IST

  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST

  • ચોમાસુ આવતા ૭૨ કલાકમાં દેશના વધુ ભાગોમાં આગળ વધશે : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના થોડા ભાગો, તેલંગણાના ઘણા ભાગો, સમગ્ર આંધ્રપ્રદેશ, દક્ષિણ છત્તીસગઢના ભાગો, ઓરીસ્સાના ભાગો, પશ્ચિમ બંગાળના ઘણા ભાગો, બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગળ વધ્યુ : હજુ આવતા ૭૨ કલાકમાં ચોમાસુ વધુ ભાગોમાં આગળ વધે તેવું ફેવરેબલ વાતાવરણ છે : હાલ મહારાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસુ મોડુ ચાલે છે access_time 1:16 pm IST