Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

આંતરરાષ્ટ્રીય વન ડે કેરિયરમાં બીજીવાર સ્ટમ્પ આઉટ થયો સ્ટમ્પિંગ કિંગ ધોની

ધોની રશિદના બોલ પર ક્રીઝની બહાર નીકળ્યો તો વિકેટકીપર ઈકરામ અલી ખિલે ચકલા ઉડાવી દીધા

મુંબઈ : વન ડે ઈન્ટરનેશનલ કરિયરમાં લગભગ 200 અવસરો પર અન્ય બેટ્સમેનોને સ્ટમ્પ આઉટ કરનારા મહેન્દ્ર સિંહ ધોની શનિવારે પોતે બીજીવાર સ્ટમ્પ આઉટ થયો હતો

વર્લ્ડ કપમાં હાલમાં ભારતીય ટીમના સૌથી અનુભવી બેટ્સમેન ધોની પોતાની કરિયરની આ 345મો મેચ  રમી રહ્યો હતો. સાઉથૈમ્પટનમાં અફઘાનિસ્તાન સામેના મુકાબલામાં ધોની જ્યારે 28 રનના સ્કોર પર હતો ત્યારે તે સ્ટમ્પઆઉટ થઈ ગયો હતો.

  ધોની રશિદના બોલ ઉપર ક્રીઝની બહાર નીકળ્યો તો વિકેટકીપર ઈકરામ અલી ખિલે તેની દાંડિયાની ચકલીઓ ઉડાવવામાં મોડું કર્યુ નહી. 52 બોલ પર 28 રનની ઈનિંગ્સ રમનારા ધોનીએ આ ઈનિંગ્સમાં ત્રણ ચોક્કા માર્યા હતા

આની પહેલા પણ ધોની વિશ્વકપમાં જ સ્ટમ્પ આઉટ થયો હતો. ધોનીને 20 માર્ચ 2011માં ચેન્નાઈમાં વેસ્ટઈન્ડિઝનાં બોલર દેવેન્દ્ર બીશૂના બોલ ઉપર વિકેટકિપર ડેવોન થોમસે સ્ટમ્પ આઉટ કર્યો હતો.

(8:29 pm IST)