Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વર્લ્ડકપ 2019 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો : ટીમ ઇન્ડિયાને આસાન વિજયની તક

ટીમ ઈન્ડિયા મેચ જીતી વર્લ્ડ કપમાં 50મી જીત પૂર્ણ કરશે

નવી દિલ્હી : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ યોજાશે. ભારત અત્યાર સુધી રમાયેલી તમામ મેચ જીતી ચૂક્યું છે. અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાંથી લગભગ બહાર ફેંકાઈ જ ગયું છે. બપોરે 3 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ પરથી મેચનું જીવંત પ્રસારણ થશે.

ટીમ ઈન્ડિયા મેચ જીતી વર્લ્ડ કપમાં 50મી જીત પૂર્ણ કરશે. અત્યાર સુધી માત્ર 2 ટીમ જ આ મોટી સિદ્ધી મેળવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 67 અને ન્યુઝીલેન્ડે 52 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યું નથી જ્યારે અફઘાન એક પણ મેચ જીત્યું નથી.બંને ટીમો પ્રથમવાર વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરા

(1:26 pm IST)