Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સલ્લાહ, નેમાર અને મેસ્સીનો વર્લ્ડકપમાં હજુ સુધી ફ્લોપશો

દુનિયાના સૌથી મોંઘા ફુટબોલરો ઉપર દબાણ : મેસ્સી આઈસલેન્ડ અને ક્રોએશિયા બંનેની સામે ફ્લોપ

મોસ્કો,તા. ૨૨ : વર્ષ ૨૦૧૮ના ફિફા વર્લ્ડકપને લઇને ભારે ઉત્તેજના પ્રવર્તી રહી છે ત્યારે તમામ સ્ટાર ખેલાડીઓના ફોર્મને લઇને જુદી જુદી ટીમો ચિંતાતુર થયેલી છે. હજુ સુધી તમામ સ્ટાર ખેલાડીઓ ફ્લોપ રહ્યા છે. એકમાત્ર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો હાલમાં સફળ સાબિત થઇ રહ્યો છે તે બે મેચોમાં ચાર ગોલ કરી ચુક્યો છે. બાકી તમામ સ્ટાર ખેલાડીઓ નિષ્ફળ રહ્યા છે. નિષ્ફળ રહેલા ખેલાડીઓમાં આર્જેન્ટીનાના નિયોનેલ મેસ્સીનો સમાવેશ થાય છે. મેસ્સીની ઉપસ્થિતિ હોવા છતાં ગઇકાલે રમાયેલી મેચમાં ક્રોએશિયાએ આર્જેન્ટીના ઉપર ૩-૦થી જીત મેળવી હતી. આની સાથે જ ગયા વર્ષે રનર્સઅપ રહેલી આર્જેન્ટીનાની ટીમ નવા રાઉન્ડમાં પણ પહોંચી શકશે કેમ તેને લઇને પ્રશ્નો ઉબા થઇ ગયા છે. મેસ્સી હજુ સુધીની આર્જેન્ટીનાની બંને મેચમાં ફ્લોપ રહ્યો છે. ક્રોએશિયા સામેની મેચમાં તેનો ફ્લોપ શો રહ્યો હતો અને તે ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો જ્યારે બ્રાઝિલ તરફથી ૨૬ વર્ષીય નેમાર પણ ફ્લોપ રહ્યો છે. સ્વિત્ઝર્લેન્ડ સામેની ૧-૧થી ડ્રો થયેલી મેચ દરમિયાન નેમારે ૧૦ વખત ફોલ્ટ કર્યા હતા. વર્ષ ૧૯૯૮ના વર્લ્ડકપ બાદ કોઇ એક મેચમાં કોઇ એક ખેલાડી દ્વારા કરવામાં આવેલા આ સૌથી વધુ સંખ્યામાં ફોલ્ટ હતા. ૧૯૯૮ના વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી એલન સિયરર દ્વારા સૌથી વધુ ફોલ્ટ કરવામાં આવ્યા હતા તે વખતે સિયરર તરફથી ૧૧ ફોલ્ટ કરવામાં આવ્યા હતા. એકંદરે સ્વિત્ઝર્લેન્ડે શાનદાર રમત રમી હતી. નેમારને મેચમાં પ્રભુત્વ જમાવવાની કોઇ તક આપી ન હતી. મોટા ખેલાડીઓ પર વિશ્વકપનું દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ક્રોએશિયા સામેની મેચમાં તથા આઈસલેન્ડ સામેની મેચમાં ડિફેન્ડરો અને મિડ ફિલ્ડરો મેસ્સીને રોકવામાં સફળ રહ્યા હતા. આઈસલેન્ડ સામેની મેચમાં મેસ્સીએ પેનલ્ટીમાં પણ ગોલ કરવામાં નિષ્ફળતા મેળવી હતી.  બીજી બાજુ રોનાલ્ડો એક માત્ર એવો ખેલાડી છે જે સફળ સાબિત થઇ રહ્યો છે. હજુ સુધી વર્લ્ડકપમાં સ્પેનના કોસ્ટાએ ચાર ગોલ અને ઇંગ્લેન્ડ તરફથી હેરી કેને બે ગોલ કર્યા છે. જ્યારે નાઇઝિરિયા પર ક્રોએશિયા સામેની જીતમાં લુકા દ્વારા પણ જોરદાર રમત રમવામાં આવી હતી. પ્રિમિયર લીગમાં લીવરપુલ માટે અનેક રેકોર્ડ સર્જનાર ઇજિપ્તના સ્ટ્રાઇકર મોહમ્મદ સલ્લાહ પણ વર્લ્ડકપમાં સંપૂર્ણપણે ફિટ રહ્યો નથી. પ્રથમ મેચ ગુમાવ્યા બાદ તે બીજી મેચમાં રમ્યો હતો પરંતુ કોઇ ગોલ કરી શક્યો ન હતો. ચેમ્પિયન લીગની ફાઈનલમાં લીવરપુલ તરફથી રમતી વેળા તેને ઇજા થઇ હતી.સ્પેનના રિયલ મેડ્રિડના સર્જીયો રામોસ સાથે ટકરાઈ જતાં તે ઘાયલ થયો હતો. ઉરુગ્વે સામેની પોતાની ટીમની હાર વેળા તે રમ્યો ન હતો. જ્યારે રશિયા સામેની મેચમાં તે વધુ ફિટ દેખાયો ન હતો.

(7:12 pm IST)
  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST

  • કાલે શનિવારે પેટ્રોલમાં લીટરે 9 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો થશે :આજે શુક્રવારે પેટ્રોલમાં લીટરે 14 પૈસાનો ઘટાડો થયો હતો જયારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા:ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 1:36 am IST

  • જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન બાદ ગવર્નર એનએન વ્હોરાએ સર્વપક્ષીય બેઠક બોલાવી :ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર તૂટી પડ્યાના એક દિવસ બાદ રાજ્યપાલ શાસન લાગુ :ભાજપે ટેકો પાછો ખેંચતા મહેબુબા મુફ્તીની સરકાર અલ્પમતમાં આવતા તેણીએ રાજીનામુ આપ્યું હતું access_time 12:58 am IST