Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

બોલ કેરિયર ભારતના ૧૦ વર્ષના રિષી તનેજાને મળી જવાબદારી

નવી દિલ્હી: રશિયામાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં ભારતની ટીમ તો ક્વોલિફાય થઈ શકી નથી પણ મોટા પ્રમાણમાં ભારતીય ચાહકો રશિયા જશે. આ ઉપરાંત ભારતના ૧૦ વર્ષના રિષી તનેજાએ સોચીમાં રમાયેલી બેલ્જીયમ અને પનામાની મેચમાં બોલ કેરિયર તરીકેની કામગીરી સંભાળી હતી. મેચ શરૃ થાય તે પહેલા ટીમો નાના બાળકોના હાથ પકડીને મેદાનમાં ઉતરે છે. જ્યારે એક બાળકને મેચ બોલ મેદાન પર લઈ જવાની જવાબદારી આપવામાં આવી છે. બેલ્જીયમ-પનામાની મેચમાં બેંગ્લોરના ૧૦ વર્ષના રિષીએ આ જવાબદારી સંભાળી હતી. શુક્રવારે રમાનારી બ્રાઝિલ અને કોસ્ટા રિકાની મેચમાં આંધ્ર પ્રદેશના નાથાનીયા જોન કે ને બોલ કેરિયરની જવાબદારી સોંપવામાં આવી છે.

 

 

(5:13 pm IST)