Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ટ્રેઈનીંગમાં કરી નેમારે વાપસી

બ્રાઝિલની ટીમનો સ્ટાર ખેલાડી નેમાર રશિયા સામેની આજની મેચ પહેલા સંપૂર્ણપણે ફીટ છે. અગાઉ ટ્રેઈનીંગ દરમિયાન તેને ચાલવામાં થોડીક તકલીફ પડતી હતી, જેને કારણે કોસ્ટા રીકા સામેની આજની મેચને લઈને જાતજાતની આશંકાઓ વ્યકત કરવામાં આવતી હતી, પરંતુ બ્રાઝિલના ફૂટબોલ ફેડરેશને તેની ફિટનેસને લઈને તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતા કહ્યું હતું કે ટીમનો સ્ટાર ખેલાડી નેમાર બિલકુલ ઠીક છે. તે ટ્રેઈનીંગમાં ભાગ લેતો હોય એવા ફોટોગ્રાફસ પણ બહાર પાડ્યા હતા.

(12:53 pm IST)