Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમને નથી મળ્યો પગાર: પગાર નહીં તો ક્રિકેટ નહીં રમે ;સિનિયર ખેલાડીઓએ ધોકો પછાડ્યો

નવી દિલ્હી :એકતરફ કરોડોમાં આળોટતા ક્રિકેટરો અને બીજીતરફ ઝિમ્બાબ્વેના ક્રિકેટરોને પગારના પણ ફાંફા હોવાના અહેવાલ મળે છે ભારત, ઓસ્ટ્રેલિયા સહિતની ક્રિકેટ ટીમોના ખેલાડીઓને કરોડો રૂપિયા મળે છે. બીજી બાજૂ એક એવી પણ ટીમ છે જેમાં ખેલાડીઓને મહિનાનો પગાર પણ નસીબ નથી થતો. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમને  પગાર ના મળતા સિનીયર ખેલાડીઓ વિરોધ પર ઉતરી આવ્યા છે. ખેલાડીઓનુ કહેવું છે કે જ્યાં સુધી પગાર નહિ મળે તે ક્રિકેટ નહિ રમે.

 

(12:45 pm IST)