Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઇયોન માર્ગનની આગેવાનીવાળી ઇંગ્લેન્ડની ટીમ પાસે‌ વિશ્વકપ જીતવાની સૌથી સારી તકઃ પૂર્વ કેપ્ટન માઇકલ વોન

લંડનઃ પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવું છે કે ઇયોન માર્ગનની આગેવાનીવાળી ઈંગ્લેન્ડની ટીમની પાસે વિશ્વ કપ જીતવાની સૌથી સારી તક છે. પાંચ મેચોની વનડે સિરીઝમાં પાકિસ્તાનને 4-0થી કારમો પરાજય આપ્યા બાદ ઈંગ્લેન્ડે મંગળવારે આગામી ટૂર્નામેન્ટ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.

સ્પર્ધાના પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડ ટીમનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. વિશ્વ કપનું ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદારોમાં ઈંગ્લેન્ડને માનવામાં આવી રહ્યું છે અને વોનનું માનવું છે કે હાલની વનડે ટીમની પાસે કીર્તિમાનને સ્થાપિત કરવાની અત્યાર સુધીની સૌથી સારી તક છે. બીબીસીએ વોનના હવાલાથી જણાવ્યું, 'મેં અત્યાર સુધી ઈંગ્લેન્ડની ટીમને જોઈ છે તેમાં ટીમ સૌથી શ્રેષ્ઠ છે. તેણે ટાઇટલનું પ્રબળ દાવેદાર માનવાનો અધિકાર હાસિલ કર્યો છે.'

તેમણે કહ્યું, 'હું જ્યારથી ક્રિકેટ જોઈ રહ્યું છે ત્યારથી લઈને અત્યારની ઈંગ્લેન્ડ ટીમ પાસે સૌથી શ્રેષ્ઠ તક છે.' મને યુવા ખેલાડીના રૂપમાં 1992નો વિશ્વ કપ યાદ છે. મેં તે ફાઇનલ કોલેજમાં જોઈ હતી. ઈંગ્લેન્ડે 1979, 1987 અને 1992માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ચાર વર્ષ પહેલા તે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. તેણે 2010માં આઈસીસી ટી20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી હતી.

વોને કહ્યું, ઈંગ્લેન્ડ બે વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ત્યારે ટાઇટલ જીતી શક્યું. ટીમે તે સ્પર્ધાને એક સકારાત્મક અનુભવના રૂપમાં જોવી જોઈએ અને જો તે ફરીથી સેમીફાઇનલમાં પહોંચે તો સ્માર્ટ ક્રિકેટ રમવું જોઈએ.

(5:42 pm IST)