Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઇંગ્લેન્ડની ટીમમાં જોફ્રા આર્ચરનો સમાવેશ

નવી દિલ્હી: પોતાના ઘરઆંગણે રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડે પોતાની ફાઇનલ-૧૫ સભ્યની ટીમમાં જોફ્રા આર્ચરનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત અન્ય બે ખેલાડીઓ જેમ્સ વિન્સ તથા લિયામ ડોસનની પણ પસંદગી કરવામાં આવી છે. આર્ચરે ચાલુ મહિને ઇંગ્લેન્ડ તરફથી ટી૨૦ તથા વન-ડે મેચ રમી હતી. પાકિસ્તાન સામે વન-ડે ડેબ્યૂ કરનાર આર્ચર વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. આર્ચર, વિન્સ તથા ડોસનને ડેવિડ વિલી, એલેક્સ હાલેસ તથા જોઇ ડેનલીના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલાં જાહેર કરવામાં આવેલી ટીમમાં આર્ચર, વિન્સ તથા ડોસનનો સમાવેશ કરાયો નહોતો. આઇપીએલની ૧૨મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ડઝન જેટલી વિકેટો ઝડપ્યા બાદ આર્ચરે ઇંગ્લેન્ડની જર્સી પહેરીને તે ઘરઆંગણે યજમાન ટીમ માટે કેટલો ઉપયોગી થશે તે સાબિત કરી આપ્યું હતું.  બાર્બાડોસમાં જન્મેલા આર્ચરે પાકિસ્તાન સામેની ત્રણ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. એકમાત્ર ટી૨૦ મેચમાં તેણે બે વિકેટ હાંસલ કરી હતી.૨૪ વર્ષીય આર્ચરના આ દેખાવને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ કિકેટ બોર્ડે આઇસીસી દ્વારા નિર્ધારિત ૨૩મી મેના બે દિવસ પહેલાં પોતાની વર્લ્ડ કપ ટીમમાં તેનો સમાવેશ કર્યો છે. આર્ચરે આઇપીએલમાં અત્યાર સુધી ૨૧ મેચ રમી છે. ૨૦૧૯માં તેણે ૧૧ મેચ રમી હતી અને ૧૧ વિકેટ ઝડપી હતી. ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર આર્ચર વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ માટે મેચવિનર સાબિત થઇ શકે છે.

(5:36 pm IST)