Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પ્રદર્શની મેચમાં મહિલા ક્રિકેટરોનું અપમાન : હેલ્મેટ - પેડ પર કપડું ચડાવીને કલર બદલાવ્યો : ગરમીમાં બપોરે 2 કલાકે મેચ રાખ્યો

સોશ્યલ મીડિયામાં જબરી ટિક્કા : મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવાની નીતિનો અભાવ દેખાયો

નવી દિલ્હીઃ આઈપીએલ 2018ના પ્રથમ પ્લેઓફ પહેલા પ્રદર્શની મૅચમાં મહિલા ક્રિકેટરોની અવગણના થતી હોવાની લાગણી સાથે સોશ્યલ મીડિયામાં જબરો રોષ જોવાયો હતો મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક પ્રદર્શની મેચનું આયોજન થયેલ આ મેચમાં ઘણા દેશી-વિદેશી ખેલાડીઓને સામેલ કરાયા પરંતુ વ્યવસ્થાના નામ પર આ મેચમાં ઘણી ખામી સામે આવી છે. ટીમના ડ્રેસના કલરથી મેચ કરવા માટે ખેલાડીઓના હેલમેટ અને પેડ પર તેજ કલરનું કાપડ ચડાવવામાં આવ્યું. જ્યાં પુરૂષ ક્રિકેટરોને એક નાના મેચ માટે પણ તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે મહિલા ક્રિકેટરો સાથે આ પ્રકારનો વ્યવહાર ન માત્ર ચોંકાવનારો પરંતુ અપમાનજનક પણ છે. 

   આ મેચને લઈને ઘણી ખામીઓ સામે આવી રહી છે. જેમ કે મેચ માટે મંગળવારનો દિવસ રાખવામાં આવ્યો, જે વર્કિંગ ડે છે. તેવામાં ફેન્સને આ મેચની તરફ આકર્ષિત કરવા એક મોટો ટાસ્ટ કર્યો, કારણ કે ભારતમાં હજુ પણ મહિલા ક્રિકેટને તે પ્રકારનું જનુન જોવા મળતું નથી, તેમ પુરૂષ ક્રિકેટમાં જોવા મળે છે. 

   આ સાથે આ મેચનો સમય બપોરે 2 કલાકે રાખવામાં આવ્યો. આટલી ભીષણ ગર્મીમાં બપોરે 2 કલાકનો સમયને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ મેચનો જોવા માટે સ્ટેડિયમમાં ગણ્યા-ગાંઠ્યા લોકો પહોંચ્યા. અહીં પણ મેનેજમેન્ટની ખામી નજરે આવી રહી છે. કારણ કે, આ એક એગ્ઝિબેશન મેચ છે અને તેને ઉદ્દેશ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે તે તેને જોવા માટે એન્ટ્રી ફ્રી રાખવાની જરૂર હતી. 

    આ સાથે સ્કૂલો અને ક્રિકેટ ક્લબો વગેરેના બાળકોને આ મેચ માટે ખાસ આમંત્રણ મોકલી શકાયું હોત. આ મેચ બાદ આઈપીએલ 2018ની પ્રથમ પ્લેઓફ મેચ પણ રમાવાની છે. આ પ્લેઓફ મેચ ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે રમાશે. તેવામાં આ બંન્ને ટીમના ખેલાડીઓ મહિલા ટીમનો આત્મવિશ્વાસ વધારવા માટે મેદાન પર હાજર રહી શકતા હતા. 

 મુંબઈમાં પ્રથમ પ્લેઓફ મેચ રમાવાની છે. તેવામાં ક્રિકેટના ઘણા દિગ્ગજો મુંબઈમાં છે, પરંતુ આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં કોઈ જોવા મળ્યા નથી. મુંબઈમાં રહેતા પુરૂષ ક્રિકેટરો આ મેચને જોવા માટે આવી શકતા હતા. 

   મહત્વનું છે તે, સુપરનોવા અને ટ્રેલબ્લેજર્સ વચ્ચે આ એક અનોખો મહિલા ટી20 ચેલેન્જ મેચ છે. તેને મહિલાઓ માટે આઈપીએલ લીગની શરૂઆત કરવાના એક પ્રયત્નની રૂપમાં જોવામાં આવી રહ્યો છે. 

(8:52 pm IST)
  • નિપાહ વાઇરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ : સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયોઃ તબીબો સહિત જીલ્લા કલેકટરને અપાઇ સુચનાઃ ગુજરાતમાં રોગને ન પ્રવેશવા દેવા હાથ ધરાઇ કવાયત access_time 3:11 pm IST

  • જામનગરમાં PI અને PSIની બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા : પાંચ PI અને બે PSIની બદલીઓ કરવામાં આવી : સીટી બી ડિવિઝનના પીઆઇ રવિરાજસિંહ જાડેજાને અમદાવાદ શહેર બદલી કરાઇ : સીટી એ ડિવિઝનના પીઆઇ કે આર સક્સેનાની એસીબીમાં બદલી કરવામાં આવી : સિટી બી ડિવિઝનમાં નવા પીઆઇ તરીકે કે પી જોષીની નિમણૂક : સીટી સી ડિવિઝનના પીઆઇની ખાલી જગ્યા પર યુ સી માર્કન્ડે મુકાયા : સિટી એ ડિવિઝનમાં પીઆઇ તરીકે એમ એમ રાઠોડની નિમણુંક કરાઇ : જ્યારે બે પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી : જાહેર હિત અને વહીવટી હિત ખાતર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ access_time 2:04 am IST

  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST