Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ફેનિલ શાહનું ઈન્ટરનેશનલ માસ્ટર બનવા બદલ સન્માન

નવી દિલ્હી: ગુજરાતના ૨૩ વર્ષીય ચેસ ખેલાડી ફેનિલ શાહનું ઈન્ટરનેશનલ માસ્ટર (આઇએમ) બનવાની સિધ્ધી મેળવવા બદલ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ફેનિલ ગુજરાતના ચેસ ઈતિહાસનો તેજસ બાકરે (ગ્રાન્ડ માસ્ટર) અંકિત રાજપરા (ગ્રાન્ડ માસ્ટર), વલય પરીખ (ઈન્ટરનેશનલ માસ્ટર) પછીનો ચોથો ઈન્ટરનેશનલ માસ્ટર બન્યો હતો. માત્ર સાત વર્ષની વયે રેટિંગ મેળવનાર ભારતનો સૌથી યુવાન ખેલાડી બનવાની સિધ્ધી ધરાવનાર ફેનિલે અંડર-૮, અંડર-૯ અને અંડર-૧૧માં યુકેમાં રમાયેલી સ્પર્ધામાં બ્રિટિશ ચેમ્પિયનશીપ મેળવી હતી. ૧૧ વર્ષે ચેન્નાઇમાં અંડર-૧૧માં નેશનલ ચેમ્પિયન બન્યો હતો. ૧૬ વર્ષે એક સમયે ૧૨૮ ખેલાડીઓ જેડે ચેસ રમીને  તેણે બધાને દંગ કરી દીધા હતા.

(4:58 pm IST)