Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

આઈપીએલના 11 વર્ષમાં પહેલી વાર રોહિત શર્માએ કર્યા બધાને નિરાશ: 300 રનનો આંકડો પણ ના કર્યો પાર

નવી દિલ્હી: હિટમેનના નામથી જાણીતા ભારતીય ક્રિકેટ સ્ટાર બેટ્સમેન અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા માટે આઈપીએલ ૨૦૧૮ એકદમ ખરાબ સાબિત થઈ છે. એક તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રવિવારે અંતે દિલ્હી ડેયરડેવિલ્સની વિરૃદ્ધ હાર બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે એક બેટ્સમેન તરીકે પણ રોહિત શર્માએ ખૂબ નિરાશ કર્યા. 
શાનદાર અને લાંબી ઈનિંગ રમવા માટે જાણીતાં રોહિત શર્મા સાથે આ સીઝનમાં એવું થયું છે IPL ૧૧ વર્ષના ઈતિહાસમાં તેની સાથે ક્યારેય નથી થયું. આ એક એવો આંકડો છે જેને લઈને રોહિત શર્મા પણ ચિંતિત હશે કારણકે આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે સારું પફોર્મંસ આપવું પડશે. 
રોહિત શર્માએ પહેલીવાર IPLકોઈ સિઝનમાં ૩૦૦થી ઓછા રન) બનાવ્યા છે. આ પહેલાની દરેક સીઝનમાં રોહિતના બેટમાંથી ૩૦૦ કે તેનાથી વધુ રન) નીકળ્યા છે. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ટીમને પ્લેઓફમાં ન લાવી શક્યો સાથે જ પોતે પણ સારું પ્રદર્શન ના કરી શક્યો. IPL ઈતિહાસમાં સુરેશ રૈના જ એકમાત્ર એવો ખેલાડી છે જેણે અત્યાર સુધીની દરેક સિઝનમાં ૩૦૦ કે તેનાથી વધારે રન) ફટકાર્યા હોય. રૈનાનો આ રેકોર્ડ હજુ અકબંધ છે.

(4:57 pm IST)