Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

દોઢ કરોડમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદેલ આ ખેલાડી આખી સીઝન રહ્યો બહાર

નવી દિલ્હી: કિંગ્સ ઈલેવન પંજાબ રવિવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૃદ્ધ પાંચ વિકેટથી હારીને પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ. ધ્યાન આપવા જેવી બાબત તે છે કે, શરૃઆતમાં પંજાબે છ મેચોમાંથી પાંચ મેચોમાં જીત મેળવી લધી અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતી. જોકે, અહીથી તેમનું પતન શરૃ થઈ ગયું અને આગલી ૮ મેચોમાંથી સાત મેચોમાં તેમને હાર્યા અને એક મેચ જ જીતી શક્યા હતા. આ કારણે પંજાબને ટૂર્નામેન્ટમાંથી બહાર જવાના દિવસો આવી ગયો. નોક આઉટ થયાની સાથે જ પંજાબ એવી પહેલી ટીમ બની ગઈ છે, જેને પહેલી પાંચ મેચો જીત્યા છતાં પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. 
દોઢ કરોડ રૃપિયામાં ખરીદેલ ખેલાડી સામે તાક્યો પણ નહી અશ્વિન  આ હાર સાથે જ કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓ તે વાતથી દુઃખી છે કે, અશ્વિને એક એવા ખેલાડીને આખી સિઝન બહાર બેસાડી રાખ્યો જેને પંજાબે ખરીદવા માટે ૧.૪૦ કરોડ એટલે લગભગ દોઢ કરોડ રૃપિયા ખર્ચ કર્યા હતા. અમે વાત કરી રહ્યાં છીએ ઓસ્ટ્રેલિયન યુવા ઓલરાઉન્ડર બેન ડેવોસિયસની. 
ડેવોસિયસ જેની બેસપ્રાઈજ વર્તમાન સિઝનમાં ૨૦ લાખ રૃપિયા હતી, પરંતુ કિંગ્સ ઈલેવનનો તેમના પર એવો દિલ આવ્યો કે, તેને ખરીદવા માટે તે બીજી ટીમો સામે સખ્ત ટક્કર લઈને અંતે ૧.૪૦ કરોડની મોટી રકમમાં તેને ખરીદ્યો. ડેવોસિયસે બીબીએલમાં પોતાની શાનદાર બોલિંગને લઈને ચમક્યો હતો. કિંગ્સ ઈલેવને ચોથા વિદેશી ખેલાડીના રૃપમાં સ્ટોઈનિસને તક આપી અને તે ખુબ જ ખરાબ રીતે ફેલ થયો. સ્ટોઈનિસે ૭ મેચ રમી, આ દરમિયાન તેને ૧૦થી ઉપરની ઈકોનોમીથી રન તો આપ્યા અને બલ્લાથી પણ કઈ ઉકાળી શક્યો નહી અને કુલ ૯૯ રન જ બનાવી શક્યો હતો. ઉલ્લેખનિય છે કે, સ્ટોઈનિસની જગ્યાએ ડેવોસિયસને જગ્યા આપવામાં આવતી અને તેની હાજરી કદાચ પંજાબને ૮માંથી સાત મેચ ગુમાવવાથી બચાવી લેતી.

(4:57 pm IST)
  • યુપીમાં ભાજપના 11 ધારાસભ્યો સહીત 13 નેતાઓને 10-10 લાખની ખંડણી માંગી ધમકી :તમામને સંદેશાની ભાષા એકસરખી :ખાડીના દેશોમાં છુપાયેલ અપરાધી અલી બાબા બુધ્ધેશનો હાથ હોવાની શંકા :એસટીએફ અને ડીજીપી મુખ્યાલયના સાયબર સેલને તપાસ સોંપાઈ access_time 1:18 am IST

  • રાજકોટ જીલ્લાના તમામ ગોડાઉન માલીકો મીટીંગ સાથે યોજતા કલેકટર.. : રાજકોટ જલ્લાના તમામ ૧૦૦ થી વધુ વેરહાઉસ - ગોડાઉન માલીકો મેનેજરોની મીટીંગ બોલાવતા કલેકટરઃ ખુલ્લામાં રહેલો માલ મગફળી, કઠોર સહિતની ચીજ વસ્તુઓ ગોડાઉનમાં સેફ રાખી લેવા સૂચનાઃ ચેકીંગ પણ કરાશે. access_time 4:04 pm IST

  • છત્તીસસગઢમાં 'આપ' દરેક બેઠકો પરથી ચૂંટણી લડશે : ૩૧ મીએ ઉમેદવારો ઘોષિત થશે access_time 11:36 am IST