Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મારી બાયોપિકને લઈને હજી કંઈ ફાઈનલ કરવામાં નથી આવ્યુ : સાનિયા

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાનું કહેવું છે કે તેની બાયોપિક વિશે હજી સુધી કંઈ ફાઈનલ કરવામાં નથી આવ્યુ. સાનિયાની બાયોપિકને રોહિત શેટ્ટી ડિરેકટ કરશે એવી ચર્ચા ચાલી રહી હતી. જેમાં પરિણિતિ ચોપડા તેનું પાત્ર ભજવશે. સાનિયા અને પરિણિતિ ખૂબ જ સારા મિત્રો છે. સાનિયાએ પણ કહ્યુ હતું કે તેના પાત્ર માટે પરિણિતિ શ્રેષ્ઠ છે. સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. સાનિયા હાલમાં પ્રેગ્નેન્ટ છે અને તેમણે તેમના બાળકની સરનેમ મિર્ઝા-મલિક રાખવાનું નક્કી કર્યુ છે. બાયોપિક વિશે પૂછતા સાનિયાએ કહ્યુ હતું કે આ વિશે હજી કંઈ નક્કી નથી. બાયોપિકને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. પરંતુ હજી ઓફીશ્યલી કંઈ ફાઈનલ કરવામાં નથી આવ્યું.

(3:45 pm IST)
  • અરબી સમુદ્રમાં ડિપ્રેશન : ૪૮ કલાકમાં વાવાઝોડું સંભવ : ૧૫ જૂનથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના access_time 11:36 am IST

  • સાંજે હિમાચલ પ્રદેશના સિમલામાં ભૂકંપના આંચકો :રિક્ટર સ્કેલ પર 3,6ની તીવ્રતા નોંધાઈ :સાંજે 6-05 કલાકે ભૂકંપના આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી ગયા :કોઈ જાનહાનિના અહેવાલ નથી :ગઈકાલે પ્રસિદ્ધ પર્યટન સ્થળ કિન્નોરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો access_time 11:45 pm IST

  • ચંદ્રાબાબુ નાયડુ અને તિરૂપતી દેવસ્થાનમે મંદિરની જંગી મિલ્કતો-ઝવેરાતની લૂંટ ચલાવીઃ રિપબ્લિકન વર્લ્ડ ડોટ કોમનો ધડાકો access_time 11:37 am IST