Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ક્રિકેટ ફાઈનલ્સ.. પાર્ટી તો બનતી હૈને રણબીર કપૂર કરશે હોસ્ટ

આઈપીએલના ફાઈનલ પહેલા સુપરસ્ટારોનું પર્ફોર્મન્સ : કરીના, સોનમ, સલમાન અને જૈકલીન આ શોમાં હાજરી આપશે

આઈપીએલ (ઈન્ડિયન પ્રિમીયર લીગ)ની ફાઈનલ મેચ પહેલા એક શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને રણબીર કપૂર હોસ્ટ કરવાનો છે. આ શોને ક્રિકેટ ફાઈનલ્સ... પાર્ટી તો બનતી હૈ નામ આપવામાં આવ્યુ છે. આ શોને હોસ્ટ કરવાની સાથે રણબીર તેની સંજુને પ્રમોટ કરશે. બે કલાકના શોમાં સલમાન ખાન અને જૈકલીન ફર્નાન્ડીસ તેમની રેસ-૩ને પ્રમોટ કરશે તેમજ સોનમ કપૂર આહુજા અને કરીના કપૂર ખાન તેમની વીરે દી વેડીંગને પ્રમોટ કરશે. આ શોમાં તેઓ પર્ફોર્મ પણ કરશે અને સેલીબ્રીટીઝ સાથે વાતચીત પણ કરવામાં આવશે. આવો શો પહેલી વાર મરાઠીમાં પણ કરવામાં આવશે અને એ સ્ટાર પ્રવાહ પર રજૂ કરવામાં આવશે. આઈપીએલ માટેના આ સેલીબ્રેશનમાં માધુરી દીક્ષિત નેને અને સ્વપ્નીલ જોષી જોવા મળશે.

(3:44 pm IST)