Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કોલકત્તા નાઇટ અને રાજસ્થાન વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ થશે

કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે બુધવારે ઇલિમિનેટર મેચ : મેદાન ઉપર મેચ જોવા માટે હાઉસફુલની સ્થિતી રહે તેવી સંભાવના : મેચનુ સાંજે સાત વાગ્યાથી પ્રસારણ : બંને ટીમો એકબીજાને પછાડી દેવા સૈતાયર

કોલકત્તા, તા. ૨૨ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે ફાઇટ ટુ ફિનિશ જંગ ખેલાનાર છે. હારી જનાર ટીમ સ્પર્ધામાંથી બહાર થઇ જશે જ્યારે જીતનાર ટીમને ક્વાલિફાયર બેમાં રમવાની તક મળશે. આ મેચને લઇને લાખો ચાહકો ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ છેલ્લી ઘડીએ પોત પોતાના હરિફોને પાછળ છોડીને પ્લે ઓફમાં પહોંચી છે. આવી સ્થિતીમાં આ મેચ ખુબ જ રોમાંચક બને તેવી શક્યતા છે. કોલકત્તા ખાતે રમાનારી મેચને લઇને જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ પણ છે. ટેબલની વાત કરવામાં આવે તો બંને ટીમોએ છેલ્લી મેચોમાં લડત ચલાવી હતી. આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ છે. લીગ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. જેમાં કુલ ૫૬ મેચો રમાઇ હતી.  તમામ મેચોમાં જોરદાર રોમાંચ જોવા મળ્યો હતો. ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી હતી.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. લીગ તબક્કાની ૫૬ મેચો પૂર્ણ થઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમી રહી છે.  જેમાં ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકત્તા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ સ્પર્ધામાંથી આઉટ થઇ ગઇ છે.  આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમ્યા હતા. હાલમાં જ  સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં  ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં મેચો ખુબ રોમાંચક રહી છે.  લીગ મેચની જેમ જ હવે પ્લે ઓફની મેચ પણઁ રહી શકે છે.   મેચનું પ્રસારણ સાંજે સાત વાગ્યાથી કરવામાં આવશે. ચાહકોની ભાવનાને ધ્યાનમાં લઇને મેચના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે.રહાણેના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમ લીગ તબક્કામાં સાત મેચોમાં જીત મેળવવામાં સફળ રહી હતી. જ્યારે સાત મેચોમાં તેની હાર થઇ હતી. રાજસ્થાન રોયલ્સ ૧૪ પોઇન્ટ હાલમાં ધરાવે છે. બીજી બાજુ કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ આઠ જીત સાથે ૧૬ પોઇન્ટ ધરાવે છે. જ્યારે છમાં તેની હાર થઇ છે. કોલક્તાની ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને અને રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને રહી છે. મેચ દરમિયાન કોઇ પણ બનાવ ન બને તે માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મેદાનની આસપાસ કેટલાક નિયંત્રણો મુકી દેવામાં આવ્યા છે. બન્ને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો રાજસ્થાન તરફથી જોશ બટલર, બેન સ્ટોક્સ અને ગોપાલનો દેખાવ જોરદાર રહ્યો છે. બીજી બાજુ દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકત્તાએ છેલ્લે ધરખમ દેખાવ કરીને પોતાની હરિફ ટીમોને ચેતવણી આપી દીધી છે. આ ટીમમાં શુભમન ગિલ, રોબિન ઉથપ્પા અને રસેલ જેવા ખેલાડી છે. નારેન અને લીન પણ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બન્ને ટીમો નીચે મુજબ છે.

રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), અંકિત શર્મા, અનુરીતસિંહ, આર્ચર, બિન્ની, બિરલા, બટલર, ચામીરા, ચોપડા, એસ ગોપાલ, ગોથમ, કુલકર્ણી, લાગલીન, લોમરોર, એસ મિથુન, સેમસંગ, સક્સેના, બેનસ્ટોક, ત્રિપાઠી, ઉનડકટ, ઝહીર ખાન

કોલકાતા નાઇટ રાઇડર્સ : કાર્તિક (કેપ્ટન), ચાવલા, કુરેન, ડેલપોર્ટ, જગ્ગી, જ્હોનસન, કુલદીપ, લીન, નગરકોટી, નારેન, રાણા, રસેલ, સિયરલેસ, માવી, ગીલ, સિંહ, ઉથ્થપા, વિનયકુમાર, વાનખેડે. 

(12:48 pm IST)