Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વોટર્સ - એમ્બેસેડર ચેતેશ્વર પૂજારાને ત્યાં જ વોટીંગ - સ્લિપ નથી પહોંચી

ઓળખકાર્ડ અને વોટર-આઈડી સાથે જઈને મતદાન કરાવવાની જવાબદારી લીધી કલેકટરે

મતદાર જાગૃતિ અભિયાનના બ્રેન્ડ-એમ્બેસેડર અને ટીમ ઇન્ડિયાના આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારા બધાને મતદાન માટે જાગ્રત કરે છે, જયારે તેના જ ઘરે મતદાન કરવા માટે જરૂરી હોય એ વોટિંગ-સ્લિપ હજી સુધી પહોંચી નથી. આવતી કાલે ગુજરાતમાં લોકસભા ઇલેકશનનું વોટિંગ છે ત્યારે ચેતેશ્વર જ વોટથી વંચિત રહી જાય એવી પરિસ્થિતિ ઊભી થતાં સ્વાભાવિક રીતે ચેતેશ્વર અને તેના પપ્પા અરવિંદભાઈ પુજારા બન્ને માટે વિમાસણ ઊભી થઈ છે. જોકે એ પછી રાજકોટના કલેકટર અને રાજકોટના ઇલેકશન ઓફિસરે તેમને ખાતરી આપી છે કે કોઈ પણ ઓળખકાર્ડ અને વોટર-આઇડી સાથે બધાનું વોટિંગ થઈ જાય એ પ્રકારની સૂચના આપવામાં આવશે.

ચેતેશ્વર જયારે વોટર્સ બ્રેન્ડ-એમ્બેસેડર છે ત્યારે સ્વાભાવિક રીતે તે વોટ આપવા જાય એ કવર કરવા માટે લોકલ મીડિયાથી માંડીને ન્યુઝ-ચેનલ સુધ્ધાં પહોંચે એવા સમયે ચેતેશ્વરનું નામ વોટર્સ-લિસ્ટમાં ન હોય તો ફિયાસ્કો થાય અને એવું ન બને એ માટે નેચરલી સ્થાનિક અધિકારીઓએ આ જવાબદારી ઉપાડી લીધી છે.(૩૭.૧૪)

(3:36 pm IST)