Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

આઈપીએલ : સનરાઈઝ ઉપર ચેન્નાઈની ચાર રને રોચક જીત

ચેન્નાઈના ૧૮૨ સામે સનરાઇઝના ૧૭૮ રન : વિલિયમસને જોરદાર ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી ૮૪ રન કર્યા : રાયડુએ ૩૭ બોલમાં ૭૯ રન ફટકાર્યા

હૈદરાબાદ, તા.૨૨ : હૈદરાબાદમાં આજે રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગની ૨૦મી મેચમાં ચેન્નાઈ સુપરે સનરાઇઝ હૈદરાબાદ પર ચાર રને રોમાંચક જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપરે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. રાયડુ ૩૭ બોલમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૭૯ રન બનાવ્યા હતા. રાયડુએ માત્ર ૩૭ બોલમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી જ્યારે કેપ્ટન ધોની છેલ્લે ૧૨ બોલમાં ૨૫ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. રૈનાએ ૪૩ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૪ રન ફટકાર્યા હતા અને તે નોટઆઉટ રહ્યો હતો. જીતવા માટેના ૧૮૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઈઝે ખરાબ શરૂઆત કરી હતી અને તેની ત્રણ વિકેટ ૨૨ રનમાં જ પડી ગઈ હતી પરંતુ ત્યારબાદ કેપ્ટન વિલિયમસને જોરદાર ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી. વિલિયમસન પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૫૧ બોલમાં ૮૪ રન કરીને આઉટ થયો હતો. યુસુફ પઠાણે પણ ૨૭ બોલમાં ચાર છગ્ગા સાથે ઝંઝાવતી ૪૫ રન કર્યા હતા. તે પ્રથમ વખત આઈપીએલમાં રમી રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, સાતમી એપ્રિલ શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી.  વર્તમાન હાઇ પ્રોફાઇલ આઇપીએલમાં કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. આજની મેચમાં સનરાઇઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ વોટસન ઝડપથી આઉટ થયો હતો.

હૈદરાબાદ : સ્કોરબોર્ડ

ચેન્નાઈ સુપર ઇનિંગ્સ :

વોટસન           કો. હુડા બો. કુમાર         ૦૯

પ્લેસીસ           સ્ટ. સહા બો. રશીદ         ૧૧

રૈના               અણનમ                    ૫૪

રાયડુ             રનઆઉટ                  ૭૯

ધોની              અણનમ                    ૨૫

વધારાના                                     ૦૪

કુલ               (૨૦ ઓવરમાં ૩ વિકેટે)  ૧૮૨

પતન  : ૧-૧૪, ૨-૩૨, ૩-૧૪૪

 

બોલિંગ : કુમાર : ૩-૦-૨૨-૧, સ્ટેનલેક : ૩-૦-૩૮-૦, શાકીબ : ૪-૦-૩૨-૦, કૌલ : ૪-૦-૩૩-૦, રશીદ : ૪-૦-૪૯-૧, હુડા : ૧-૦-૮-૦.

સનરાઈઝ ઇનિંગ્સ :

ભુઈ

કો. વોટસન બો. ચહેર

૦૦

વિલિયમસન

કો. જાડેજા બો. બ્રાવો

૮૪

પાંડે

કો. શર્મા બો. ચહેર

૦૦

હુડા

કો. જાડેજા બો. ચહેર

૦૧

શાકીબ અલ હસન

કો. રૈના બો. શર્મા

૨૪

યુસુફ પઠાણ

કો. રૈના બો. ઠાકુર

૪૫

સહા

અણનમ

૦૫

રશીદ ખાન

અણનમ

૧૭

વધારાના

 

૦૨

કુલ

(૨૦ ઓવરમાં ૬ વિકેટે)

૧૭૮

પતન  : ૧-૦, ૨-૧૦, ૩-૨૨, ૪-૭૧, ૫-૧૫૦, ૬-૧૫૭.

બોલિંગ : ચહેર : ૪-૧-૧૫-૩, ઠાકુર : ૪-૦-૪૫-૧, વોટસન : ૨-૦-૨૩-૦, જાડેજા : ૪-૦-૨૮-૦, શર્મા : ૩-૦-૩૦-૧, બ્રાવો : ૩-૦-૩૭-૧

(9:25 pm IST)