Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

આઇપીએલ-૧૧ના પરિણામ

પોઇન્ટ ટેબલમાં કિંગ્સ ઇલેેવન પ્રથમ સ્થાન પર

       નવીદિલ્હી,તા. ૨૨ : આવતીકાલે આઈપીએલમાં ૨૦મી મેચ રમાનાર છે. હજુ સુધીની તમામ મેચો ખુબ જ રોમાંચક રહી છે. લાખોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો આઇપીએલની મેચોના પરિણામ પર વધારે ધ્યાન રાખે છે. તેમની પાસે રેકોર્ડ રાખે છે. આઇપીએલ-૧૧માં આ વખતે હજુ સુધી રમાયેલી મેચોના પરિણામ નીચે મુજબ રહ્યા છે.

*    સાતમી એપ્રિલના દિવસે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપરે મુંબઇ ઇન્ડિયન્સ પર એક વિકેટે જીત મેળવી લીધી હતી. આ મેચ મુંબઇ ખાતે રમાઇ હતી

*    આઠમી એપ્રિલના દિવસે રમાયેલી બીજી મેચમાં દિલ્હી ડેરવેવિલ્સ પર કિગ્સ ઇલેવન પંજાબે મોહાલીમાં જીત મેળવી હતી. આ જીત છ વિકેટથી રહી હતી.

*    આઠમી એપ્રિલના દિવસે રમાયેલી ત્રીજી મેચમાં કોલકત્તામાં બેંગલોર પર નાઇટ રાઇડર્સે ચાર વિકેટે જીત મેળવી હતી

*    નવમી એપ્રિલના દિવસે રમાયેલી ચોથી મેચમાં હૈદરાબાદ ખાતે સનરાઇઝે રાજસ્થાન રોયલ્સ પર નવ વિકેટે જીત મેળવી લીધી હતી

*    દસમી એપ્રિલના દિવસે રમાયેલી પાંચમી મેચમાં ચેન્નાઇ ખાતે કોલકત્તા પર ચેન્નાઇએ પાંચ વિકેટે જીત મેળવી હતી

*    ૧૧મી એપ્રિલના દિવસે જયપુરમાં દિલ્હી પર રાજસ્થાને ૧૦ રને જીત મેળવી હતી

*    ૧૨મી એપ્રિલના દિવસે સાતમી મેચમાં હૈદરાબાદ ખાતે મુંબઇ પર સનરાઇઝે એક વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૩મી એપ્રિલના દિવસે રમાયેલી આઠમી મેચમાં પંજાબ પર બેંગલોરે ચાર વિકેટે  શાનદાર જીત મેળવી લીધી હતી

*    ૧૪મી એપ્રિલના દિવસે રમાયેલી નવમી મેચમાં મુંબઇ ખાતે મુંબઇ પર દિલ્હીએ સાત વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૪મી એપ્રિલના દિવસે કોલકત્તામાં રમાયેલી દસમી મેચમાં કોલકત્તા પર સનરાઇઝે પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૫મી એપ્રિલના દિવસે બેંગ્લોરમાં રમાયેલી ૧૧મી મેચમાં બેંગલોર પર રાજસ્થાને ૧૯ રને જીત મેળવી હતી

*    ૧૫મી એપ્રિલના દિવસે મોહાલીમાં રમાયેલી ૧૨મી મેચમાં પંજાબે ચેન્નાઇ પર ચાર રન જીત મેળવી લીધી હતી

*    ૧૬મી એપ્રિલના દિવસે કોલકત્તામાં દિલ્હી પર ૧૩મી મેચમાં કોલકત્તાએ ૭૧ રને જીત મેળવી લીધી હતી

*    ૧૭મી એપ્રિલના દિવસે  ૧૪મી મેચમાં મુંબઇમાં મુંબઇએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર ૪૬ રને જીત મેળવી લીધી હતી

*    ૧૮મી એપ્રિલના દિવસે  ૧૫મી મેચમાં જયપુરમાં કોલકાતાએ રાજસ્થાન રોયલ્સ પર સાત વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૯મી એપ્રિલના દિવસે  ૧૬મી મેચમાં પુણેમાં કિંગ્સ ઇલેવન પંજાબની સનરાઇઝ હૈદરાબાદ પર ૧૫ રને જીત મેળવી લીધી હતી

*    ૨૦મી એપ્રિલના દિવસે  ૧૭મી મેચમાં કોલકાતામાં ચેન્નાઈ સુપર કિંગ્સની રાજસ્થાન રોયલ્સ ઉપર ૬૪ રને જીત મેળવી લીધી હતી

*    ૨૧મી એપ્રિલના દિવસે  ૧૮મી મેચમાં કોલકાતામાં કોલકાતા સામે પંજાબની નવ વિકેટે જીત

*    ૨૧મી એપ્રિલના દિવસે  ૧૯મી મેચમાં બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સની દિલ્હી ઉપર છ વિકેટે જીત

(7:41 pm IST)