Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

એકબીજા પર જીત મેળવવા બંને ટીમો ઉત્સુક

        નવીદિલ્હી, તા. ૨૨ : હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે સોમવારના દિવસે અતિ રોમાંચક મેચ રમાનાર છે. કિંગ્સ ઇલેવન પંજાબ આઈપીએલની પોતાની ૬ઠ્ઠી મેચ રમવા મેદાનમાં ઉતરશે. પાંચ મેચો પૈકી તેની ચારમાં જીત થઇ છે અને તે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન ઉપર છે. જીતના સિલસિલાને જાળવવા કિંગ્સ ઇલેવન સંપૂર્ણપણે સજ્જ છે. આ મેચ દિલ્હીના મેદાન ખાતે રમાનાર છે. જેનુ પ્રસારણ ચાંજે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. બન્ને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી હોવાથી આ મેચમાં ચાહકોને મજા પડી જશે. એકબાજુ દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ગ્લેન મેક્સવેલ, મનજોત કાર્લા, મુનરો, ટ્રેન્ટ બોલ્ડ મેદાનમાં ઉતરનાર છે. જ્યારે બીજી બાજુ કિંગ્સ ઇલેવનમાં એક ધરખમ ખેલાડી રહેલા છે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે.  પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.

ટીમ

મેચ

જીત

હાર

પોઈન્ટ

રનરેટ

કિંગ્સ ઇલેવન પંજાબ

૦.૪૪૬

ચેન્નાઈ સુપર કિંગ્સ

૦.૮૭૮

કોલકાતા નાઇટ રાઇડર્સ

૦.૫૭૨

સનરાઈઝ હૈદરાબાદ

૦.૪૧૪

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

-૦.૪૮૬

રાજસ્થાન રોયલ્સ

-૧.૦૪૩

મુંબઇ ઇન્ડિયન્સ

૦.૪૪૫

દિલ્હી ડેરડેવિલ્સ

-૧.૩૯૯

(7:41 pm IST)